સાયન્સ સેન્ટરમાં એમ્ફી થિયેટર સહિતની સુવિધા ભાડેથી મળશે

0
9

૧૫૦ દિવસ પૂર્વે ઓનલાઈન બુકિંગ કરી શકાશે
સુરત, તા.૭
સુરત મહાનગરપાલિકા સંચાલિત સાયન્સ સેનટર ખાતે નગરજનો વિવિધ પ્રકારના કાર્યક્રમો આયોજિત કરી શકે તે માટે ૨૬૬ બેઠક વ્યવસ્થાવાળુ ઓડિટોરિયમ સંપૂર્ણપણે વાતાનુકૂલિત વ્યવસ્થા ધરાવે છે. આ ઉપરાંત કુદરતી સાનિધ્યમાં કાર્યક્રમ આયોજિત કરવા ૨૫૦ બેઠક વ્યવસ્થા ધરાવતુ એમ્ફીથીયેટર પણ છે. સમયની માંગ તેમજ ડિજિટલ ઈન્ડિયા ઈનીશીયેટીવ હેઠળ અોડિટોરિયમની વ્યવસ્થા ઉપરાંત હવેથી એમ્ફીથીયેટરનું બુકિંગ પણ પ્રજાજનો કાર્યક્રમની તારીખથી ૧૫૦ દિવસ અગાઉ કરી શકશે.
આ ઉપરાંત સાયન્સ સેન્ટર સ્થિત ૧૬૮૦ ચો.મી. વિસ્તાર ધરાવતી આર્ટ ગેલેરી સહિતની સંપૂર્ણપણે વાતાનુકૂલિત વ્યવસ્થા ધરાવે છે. વિવિધ કલા વિષયક પ્રદર્શનો ઉપરાંત વિવિધ કોમર્શિયલ પ્રદર્શન વેચાણ સહિતના કાર્યક્રમો સાયન્સ સેન્ટર ખાતે રૂબરૂ આવી, અોફલાઈન બુકિંગ કરાવી શકશે. ઉપરોક્ત તમામ સવલતોના ભાડા તેમજ અનય દરો સહિત ભરવાપાત્ર ડિપોઝીટની વિગતો તથા અોનલાઈન બુકિંગ www.suratmunicipal.gov.in પરથી કરી શકાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY