નવસારી બજાર ક્ષેત્રપાળ મંદિર રોડ પરના ગેરકાયદે દબાણો જપ્ત

0
7

પોલીસ પ્રોટેક્શન સામે દબાણ હટાવો ઝુંબેશ
સુરત, તા.૭
સેન્ટ્રલ ઝોનમાં કાર્યપાલક ઈજનેરની સૂચના મુજબ તા.૬-૩-૨૦૧૯ના રોજ અઠવા પોલીસ પ્રોટેક્શન સાથે શહેર વિકાસ વિભાગ તથા લોકસેવા વિબાગના ઈજનેરો તેમજ સુપરવાઈઝરો, દબાણ વિભાગના સ્ટાફ તેમજ વોચ એન્ડ વોર્ડ વિભાગના સ્ટાફ દ્વારા સેન્ટ્રલ ઝોનમાં સમાવિષ્ટ વિસ્તાર રાજશ્રી હોલથી ક્ષેત્રફાળ હેલ્થ સેન્ટર તથા સીમ્ગા સ્કૂલ રોડ પાસેના વિસ્તારમાં રોડ પૈકીની જગ્યામાં જાહેર રસ્તાઓ પર ફેરિયાઓ તથા લારી ગલ્લાના અનઅધિકૃત દબાણ દૂર કરી, કુલ્લે ખુલ્લી તથા બંધ લારી ૪૫ અને અન્ય પરચુરણ ૭૫ વસ્તુઓ થઈ કુલ ૧૨૦ વસ્તુઓ જમા લેવામાં આવેલ છે તથા આશરે ૪૫૦ ચો.ફુટ માપ વિસ્તારમાં લાકડાના બાંબુ ઉભા કરી તેના પર તાડપત્રી નાંખી બનાવેલ શેડ નંગ ૧૩ દૂર કરવામાં આવેલ છે. સદર દબાણ દૂર કરવાની કામગીરીમાં ૧ જે.સી.બી. તથા દબાણની આશરે ૫ ગાડીનો ઉપયોગ કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY