૫૪ વિદ્યાર્થીઓનું ભાવિ રગદોળાયું, શિક્ષણમંત્રી બોલ્યાઃ ‘કોર્ટનો નિર્ણય શિરોમાન્ય’

0
21

સુરત,તા.૭
શિક્ષણ બોર્ડની માન્યતા વિના ચાલતી અને પોલીસ ફરિયાદને કારણે વિવાદમાં ઘેરાયેલી રાંદેરની પ્રભાતતારા શાળામાં ભણતા ધોરણ-૧૦ અને ૧૨ બોર્ડના ૫૪ વિદ્યાર્થીઓનું ભાવિ રગદોળાઇ જતા મામલો ગરમાયો હતો. ગુરૂવારે વહેલી સવારમાં વિદ્યાર્થીઓ સાથે ચેડા થતા વિદ્યાર્થીઓ અને વાલીઓ સ્કૂલમાં આવીને મોટી તોડફોડ કરી હતી. વાલીઓ અને વિદ્યાર્થીઓએ સ્કુલમાં હલ્લાબોલ કરતા પરિસ્થિતિ તંગ બની હતી.
વિદ્યાર્થીઓના વાલીઓનું કહેવું છે કે, શિક્ષણ વિભાગની બેદરકારીના કારણે અમારા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય થઇ ગયું છે. તમને જણાવી દઇએ કે, ૨૫મી ફેબ્રુઆરીએ હોલ ટિકીટ વિદ્યાર્થીઓને મળવાની હતી. પરંતુ સ્કૂલ બોર્ડની માન્યતા વગર ધમધમતી સ્કૂલમાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ન મળતા ૫૪ વિદ્યાર્થીઓને સમગ્ર ઘટનાની જાણ થઇ હતી. ત્યાં સુધી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ અજાણ હતા. ગુરૂવારે સ્કૂલમાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ તોડફોડ કરતા વિવાદ વકરતા સ્કૂલમાં સંચાલકોએ સ્કૂલને તાળાબંધી કરી હતી.
બીજી બાજુ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સુરતના ૫૪ વિદ્યાર્થીઓ સાથે બનેલી ઘટનાને પગલે પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, સુરતના રાંદેરની પ્રભાતતારા હિન્દી માધ્યમ સ્કૂલ અમાન્ય છે, તેના પર કેસ પણ કરવામાં આવ્યો છે. અમે કોર્ટના આદેશનું પાલન કરી રહ્યા છીએ. પરંતુ કોર્ટના નિર્ણય પ્રમાણે, હાલ સુરતના ૫૪ વિદ્યાર્થીઓ શિક્ષણ બોર્ડની પરીક્ષા આપી શકશે નહીં.
તો ગુરૂવારે સુરતના આ ૫૪ વિદ્યાર્થીઓએ ડીઈઓ કચેરીની બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા શરૂ થઇ ગઇ છે, ત્યારે આ નિર્દોષ બાળકોનું શું? સ્કૂલની ભૂલના કારણે બાળકો સાથે કેમ અન્યાય કરવામાં આવી રહ્યો છે..? શિક્ષણ મંત્રીએ પણ કોર્ટના નિર્ણયને જણાવી દીધો છે. જેથી સુરતના આ ૫૪ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી શકશે નહીં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY