મુંબઈ,તા.૩૧
જાણીતા દક્ષિણ સ્ટાર જીવા, નિર્દેશક કબીર ખાનની આગામી ફિલ્મ ૮૩માં પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન કૃષ્ણમાચારી શ્રીકાંતની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. તે પહેલાં પંજાબી સ્ટાર એમી વિર્કને બલવિંદર સિંહ સંધૂની ભૂમિકા ભજવવા માટે ફાઇનલ કરવામાં આવ્યા હતા.
શ્રીકાંતના પાત્ર ભજવવા માટે દુબળા અને યુવા દેખાવવા માટે સાઉથ સ્ટાર જીવા ૭ કિલો વજન ઓછું કરશે. જિવાએ અત્યારથી શારીરિક ટ્રેનિંગ શરૂ કરી દીધી છે અને પૂર્વ ભારતીય કેપ્ટનની ક્રિકેટ શૈલીને શિખવાડવા માટે જિવાએ ‘૮૩ વર્લ્ડકપ વીડિયોથી શ્રીકાંતના બધા વીડિયો જાવાનું શરૂ કરી દીધું છે જે તેમને કૃષ્ણામાચારી શ્રીકાંતની માફક યોગ્ય રીતે બેટીંગની બારીકીઓને પસંદ કરવામાં મદદ કરશે.
નિર્માતા મધુ મંટેનાએ આ વિશેષ ભૂમિકા માટે પોતાની પસંદગીના અભિનેતા જિવાને કાસ્ટ કરવા પર પોતાના વિચાર શેર કરતાં કહ્યું કે ”જ્યારથી હું મારી પસંદગીની ફિલ્મમાં એક ‘કેઓ’ તેમની સાથે જાઇ છે, હું જિવાનો ખૂબ મોટો પ્રશંસક રહ્યો છું…અને હંમેશા આ ફિલ્મનું હિંદીમાં રિમેક બનાવવા માંગતો હતો… મજેદાર ફિલિંગ છે કે આખરે મને તેમની સાથે કામ કરવાની તક મળી રહે છે. મારા હિસાબે શ્રીકાંતને મોટા પડદા પર તેનાથી સારી ભૂમિકા કોઇ ભજવી શકે નહી.”
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




