પુણાગામે શ્રીકૃપા લેસના વેપારીએ લાખોમાં ઉઠમણું કર્યું : દુકાન પણ બંધ

0
16

રૂ.૬૬.૬૭ લાખની બાકી રકમ અંગે એક વેપારીએ ફરિયાદ નોંધાવી
સુરત, તા. ૮
પુણા ગામની શ્રીકૃપા લેસના માલિકોએ વેપારી ફરિયાદી પાસેથી રૂ.૬૬.૬૭ લાખનો માલ ખરીદી દુકાન બંધ કરી નાસી ગયા હતા.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મોટા વરાછા શાંતિનિકેતન સોસાયટીમાં રહેતાં અનિલ માવજી મેઘાણીએ આરોપી ગણપતસિંહ પહાડસિંહ ચૌહાણ, જાખમકુંવર ગણપતસિંહ, મહેન્દ્રસિંહ પહાડસિંહ, વિક્રમસિંહ પહાડસિંહ મહેન્દ્રસિંહ હેમજી ઉમટ, ચેતનસિંહ ઉમટ, શ્રીકૃપા લેસ, અનુપ પ્લાઝા પુણાગામ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ કાવતરુ રચી ફરિયાદી પાસેથી રૂ.૬૬,૬૭,૩૪૭નો માલ ખરીદી પેમેન્ટ ચૂકવવાને બદલે દુકાન બંધ કરી નાસી ગયા હતા. સલાબતપુરા પોલીસે ફરિયાદીના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY