મોબાઈલની ચોરી કરનાર ચોર પકડાયો

0
11

સુરત, તા.૮
કતારગામ-કુબેરનગર સોસાયટી વિભાગ-૧ ખાતે રહેતા એક રત્ïનકલાકારના ઘરમાંથી બે મોબાઈલની ચોરી કરી એક અજાણ્યો ફરાર થઈ ગયો હતો. પોલીસે આ ગુનામાં આરોપીની ધરપકડ કરી લીધી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કતારગામ કુબેરનગર ખાતે પ્રવિણ મોહનભાઈ પરિહાર રહે છે. ગત તા.૬ઠ્ઠી માર્ચના રોજ તેમના ઘરમાં મુકેલો ૧૨ હજાર તથા ૧૬ હજારની કિંમતના બે મોબાઈલ ફોનની ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો. રત્નકલાકારે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રવિણભાઈ પોતાના ઘરનો દરવાજા અંદરથી બંધ કરીને સુતા હતા. ત્યારે અજાણ્યા ઈસમે બારીની બહારથી અંદર હાથ નાંખી મો.ફોનની ચોરી કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY