ફેસબુક ફ્રેન્ડ દ્વારા લગ્નની લાલચ આપી મહિલા ઉપર બળાત્કાર

0
9

૨૮ વર્ષિય અપરિણીત મહિલાને ગર્ભ રહી જતા પોલીસ ફરિયાદ
સુરત, તા. ૯
બેગમપુરાની ૨૮ વર્ષિય અપરિણીત મહિલા સાથે ફેસબૂક ઉપર મિત્રતા કેળવ્યાં બાદ લગ્નની કરવાની લાલચ આપી શરીરસુખ માણી ગર્ભવતી બનાવી યુપીવાસી પરિણીત પુરુષ નાસી ગયો હતો. પીડિતાએ સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી પોસïઈ સીએફ ઠાકોરે તપાસ હાથ ધરી છે.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બેગમપુરા બીઆરસીમાં રહેતી ૨૮ વર્ષિય મહિલા સાથે આરોપી અરમાન રૂસ્તમઅલી હુશૈન (રામપુર, યુપી)ની ફેસબૂક ઉપર મિત્રતા થઈ હતી. આરોપી ૨૦૧૩થી સુરતના સલાબતપુરા લાલવાડી વિસ્તારમાં આવેલ છેલસના કારખાનામાં કામ કરતો હતો. આ બન્ને અવાર નવાર મળતા થયા હતા. આરોપી અરમાને પીડિતા મહિલાને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમની મીઠી વાતો કરી વારંવાર શરીર સુખ માણતા પીડિતાને આઠ મહિનાનો ગર્ભ રહી ગયો હતો. આરોપીએ ફરિયાદીને અંધારામાં રાખીને બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા હતા અને નાસી ગયો હતો. સલાબતપુરા પોલીસે પીડિતાની ફરિયાદ નોધી આરોપી અરમાન વિરુદ્ધ બળાત્કાર અને વિશ્વાસઘાત- છેતરપિંડીની ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY