સુરત, તા.૯
૮મી માર્ચના રોજ શુક્રવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે સૃષ્ટિ વુમન સેલ દ્વારા સવારે પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી. પ્રભાત ફેરીમાં મોટી સંખ્યામાં કવાસની મહિલા કર્મચારીઓ, સીઆઈએસએફની મહિલા કર્મચારી અને આદિત્યનગર ટાઉનશીપની મહિલાઓએ ભાગ લીધો હતો. પ્રભાત ફેરી બાદ આંતરરાષ્ટ્રીયય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં મહિલાઓએ વૃક્ષારોપણ પણ કર્યું હતું.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે સૃષ્ટિ વૂમન સેલ દ્વારા સાંજે પ્રશ્નોત્તરી પ્રતિયોગિતા, નાટકનું મંચન, વ્યાખ્યાન વગેરે કાર્યક્રમોનું આયોજન આદિત્યનગર ટાઉનશીપ સંગમ ક્લબમાં કરવામાં આવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



