સુરત,તા.૯
બેગમપુરા વિસ્તારમાં રહેતી ૨૮ વર્ષીય રેખા ફેશન ડીઝાઈનરનું કામ કરે છે. રેખાની ૨૦૧૩માં ફેસબૂક પર અરમાન રૂસ્તમઅલી હુસૈન સાથે ફ્રેન્ડશીપ થઈ હતી. અરમાન સુરતમાં સલાબતપુરા વિસ્તારમાં આવેલા તેના બનેવીના એસ.એસ.અલીની સાડીના કારખાનામાં કામ કરી ત્યાં જ રહેતો હતો. દરમિયાન ફેસબૂક પર ફ્રેન્ડશીપ થયા બાદ બંને જણા એકબીજાને મળતા થતા બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. અરમાને રેખાના તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી સલાબતપુરા પ્રાથમિક શાળાની સામે આવેલા રોયલ પ્લાઝા બિલ્ડીંગના ફલેટમાં, લાલવાડી ખાતે સાડી સ્ટિચિંગના કારખાનામાં તેમજ અજમેર ફરવા ગઈ ગયો હતો ત્યારે હોટલમાં શારીરિક સંબંધો બાંધ્યા હતા.
અરમાને રેખા સાથે અવાર નવાર શારીરિક સંબંધો બાંધતા તેણીને ગર્ભ રહી ગયો હતો. હાલમાં રેખાને આઠ માસનો ગર્ભ છે ત્યારે અરમાને તેને અંધારામાં રાખી બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા છે. રેખાને ખ્યાલ આવી ગયો કે અરમાને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા બાદ વિશ્વાસઘાત કર્યો છે જેથી સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





