વડાપ્રધાન મોદી વારાણસીથી જ લોકસભા ચૂંટણી લડશેઃ ભાજપે ૭૫+ નો નિયમ રદ્દ કર્યો

0
7

ન્યુ દિલ્હી,તા.૯
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી લોકસભા ચૂંટણીમાં પણ ઉત્તર પ્રદેશની વારાણસી સીટથી ચૂંટણી લડશે. પીએમ મોદી આ વખતે પણ બે સીટોથી ચૂંટણી લડશે, જેમાં એક સીટ વારાણસીની, જ્યારે તેમની બીજી સીટનો નિર્ણય બાદમાં લેવામાં આવશે. ભાજપ સંસદીય બોર્ડની શુક્રવારે થયેલી બેઠકમાં આ વાતનો નિર્ણય લેવામાં આવ્યો. લોકસભા ચૂંટણી માટે રણનીતિ નક્કી કરવાના ઉદ્દેશ્યથી બોલાવવામાં આવેલી બેઠક લગભગ ત્રણ કલાક સુધી ચાલી હતી.
૨૦૧૪ લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીએ વારાણસી સીટ પર આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલને લગભગ ત્રણ લાખ વોટથી હરાવ્યા હતા, જ્યારે તેમના બીજા પ્રતિદ્વંદ્વી તથા કોંગ્રેસ ઉમેદવાર અજય રામને માત્ર ૭૫,૦૦૦ વોટ મળ્યા હતા.
પીએમ મોદી માટે સીટના નિર્ણય ઉપરાંત સંસદીય બોર્ડની બેઠકમાં એમ પણ નક્કી કરવામાં આવ્યું કે આગામી ચૂંટણીમાં ઉમેદવારો માટે ૭૫ વર્ષ જેવી કોઈ ઉંમર સીમા નહીં રાખવામાં આવે. બેઠક સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે જીત માટે મજબૂત દાવેદારી ધરાવતાં ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે, તેમની ઉંમર ૭૫ વર્ષથી વધુ હોય તો પણ વાંધો નથી.
ઉલ્લેખનીય છે કે, ૨૦૧૪ની ચૂંટણી જીત્યા બાદ પીએમ મોદીના નેતૃત્વવાળી પાર્ટીએ સભ્યો માટે નિયમોમાં અનેક ફેરફાર કર્યા હતા. જેમાં નેતાઓ માટે સક્રિય રાજનીતિથી નિવૃત્તિની ઉંમર મર્યાદા ૭૫ વર્ષ નક્કી કરવામાં આવી હતી. તેનાથી ૭૦ વર્ષથી વધુ ઉંમરવાળા નેતાઓને આ વખતે ટિકિટ મળવાની શકીયતા બરાબર રહેશે. જાકે, ૨૦૧૪માં શાનદાર જીત મેળવનારા ભાજપના અનેક નેતા આ વખતે આ દાયરમાં આવી રહ્યા હતા, એવામાં આ નિયમ હવે બદલવામાં આવ્યો છે. આ નેતાઓમાં ૯૧ વર્ષીય લાલકૃષ્ણ અડવાણી, ૮૫ વર્ષીય મુરલી મનોહર જોશી અને ૭૭ વર્ષીય કલરાજ મિશ્ર જેવા દિગ્ગજ પણ સામેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY