રસ્તા પર ઓન સ્ટ્રીટ પાર્કિંગનું અમલીકરણ, કોન્ટ્રાક્ટ ફાળવાશે

0
9

સુરત,તા.૯
સુરત પાલિકા બીજા ચરણમાં વધુ ૩૧ રસ્તા પર ઓન સ્ટ્રીટ પા‹પાર્કિંગનો અમલ કરવા જઇ રહી છે. ત્રણ મહિના બાદ બીજા તબક્કામાં ઓન સ્ટ્રીટ પા‹કગનો અમલ કરવા માટેની તૈયારી થઇ ગઇ છે. ઘર નજીક અને જાહેર રસ્તા પર પા‹કગ શરૂ કરવામાં આવશે. જેમાં પ્રાઇવેટ જગ્યા પર માલિક પા‹કગ માટે જગ્યા ભાડેથી આપી શકશે.
એક મહિનો ફ્રી પાર્કિંગ રાખ્યા બાદ પાલિકાએ ૨૧ ફેબ્રુઆરીથી શહેરના ૧૯ રસ્તા પર ઓનસ્ટ્રીટ પાર્કિંગનો અમલ શરૂ કર્યો છે. હાલમાં પાલિકાના કર્મચારી તથા માર્શલ દ્વારા આ પા‹કગના સ્થળે પાર્કિંગ ચાર્જ તથા દંડની વસુલાત કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પાલિકા ઓન સ્ટ્રીટ પા‹કગ માટે કોન્ટ્રાક્ટ ફાળવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY