અમેરિકામાં બોગસ યુનિ.કૌભાંડ : ૧૬૧ ભારતીય વિદ્યાર્થીઓની ધરપકડ

0
16

વાશિંગ્ટન,તા.૯
અમેરિકાની બોગસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વધુ ૧૬૧ વિદ્યાર્થીઓ ભોગ બનતા હાહાકાર મચી ગયો છે. જી હા ફેડરલ ઇમીગ્રેશન ઓફિસર્સ (ICE)એ અમેરિકાના ડેટ્રોઇટમાંથી ૧૬૧ ભારતીય વિદ્યાર્થીઓની ધરપકડ કરતાં ખળભળાટ મચી ગયો છે. આ બધા જ વિદ્યાર્થીઓ ફેક યુનિવર્સિટી અને ઇમીગ્રેશન સ્કીમ હેઠળ અમેરિકા પહોંચ્યા હતા. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્્યોરિટીએ વિદેશી વિદ્યાર્થીઓને બોગસ દસ્તાવેજ અને બોગસ યુનિવર્સિટીના આધાર પર અમેરિકામાં પ્રવેશ આપતા કૌભાંડના માહિતી ઉજાગર થઇ. આ અંગેની માહિતી મેળવવા માટે યુનિવર્સિટી ઓફ ફાર્મિગ્ટન, મિશિગન નામની બોગસ યુનિવર્સિટી તૈયાર કરી. જેથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરતા સ્કેમર્સને ઉઘાડા પાડી શકાય.
ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓમાંથી અમુકને ભારત દેશ પરત મોકલી દેવામાં આવ્યા છે અને અન્યોને પરત મોકલવાની પ્રોસેસ શરૂ કરી દેવામાં આવે છે. આ સ્ટિંગ ઓપરેશન બાદ હજુ પણ વધુ વિદ્યાર્થીઓની ધરપકડ થઇ શકે તેવી શકીયતાઓ છે.
જે બોગસ યુનિવર્સિટીમાં એડમિશન લઇને ભારતીય સ્ટુડન્ટ્‌સ અમેરિક આવ્યા હતા તેઓને અભ્યાસક્રમમાં ઓપ્શનલ પ્રેકિટકલ ટ્રેનિંગ આપવાનો વાયદો કરવામાં આવ્યો છે. સ્ટિંગ ઓપરેશનમાં સામે આવ્યું કે, આ યુનિવર્સિટી ઉલ્લેખ કરાયેલા કોઇ પણ પ્રકારના ક્લાસ ચલાવતી જ નથી. આ યુનિવર્સિટીમાં તેલુગૂના અંદાજિત ૬૦૦ સ્ટુડન્ટ્‌સએ એડમિશન લીધું હતું.
ઇમિગ્રેશન વકીલના જણાવ્યા અનુસાર, જે વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું છે તેઓને આ યુનિવર્સિટી ફૅક હોવાનો અંદાજ જ નથી. હજુ પણ ૪૪૦ સ્ટુડન્ટ્‌સ ફૅક સ્કૂલમાં નામ
આભાર – નિહારીકા રવિયા નોંધાવ્યું છે અને તેઓની ધરપકડ નથી થઇ. તો કેટલાંક લોકો પોતાના દેશ પરત ફરવા તૈયાર થઇ ગયા છે.
અહીં જેટલાં સ્ટુડન્ટ્‌સની ધરપકડ કરવામાં આવી છે તેઓને અમેરિકાના ૩૪ ડિટેન્શન સેન્ટર્સમાં રાખવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કેટલાંક વિદ્યાર્થીઓ વેજિટેરિયન હોવાના કારણે તેઓનું વજન પણ ઉતરી રહ્યું છે. કેટલાંક વિદ્યાર્થીઓ અત્યંત ગરીબ પરિવારમાંથી આવે છે અને તેઓએ અમેરિકામાં એડમિશન માટે મોટી રકમની લોન પણ લીધી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY