સુરત,તા.૧૦
અમદાવાદ બાદ સુરતમાં હવે મેટ્રો રેલ આવશે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ ફેઝના મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે ૧૨ હજાર કરોડથી વધુનું ફંડ જાહેર કરવામાં આવ્યું છે. જેથી સુરત-નવસારીના સાંસદ સીઆર પાટીલ સહિત ધારાસભ્યો અને કાર્યકરોએ ફટાકડા ફોડીને મીઠાઈની વહેંચણી કરી હતી. સાથે જ સુરતના વિકાસને નરેન્દ્ર મોદી સરકારે ચાર ચાંદ લગાવ્યાની લાગણી વ્યક્ત કરતાં પાટીલે જણાવ્યું હતું કે, સુરતના એરપોર્ટને આંતરરાષ્ટÙીય બનાવવાની સાથે મેટ્રોની ભેટ એ સુરતના વિકાસને નવી ઉંચાઈએ લઈ જશે.
શહેરમાં કુલ બે કોરિડોર બનાવવામાં આવશે જેનું અંતર ૪૦.૩૫ કિમીનું હશે. કોરિડોર નંબર એક સરથાણાથી ડ્રીમ સીટી લાઈન સુધી ૨૧.૬૧ કિમીનો રહેશે. આમાથી ૬.૪૭ કિમીનો અંડર ગ્રાઉન્ડ કોરિડોર અને ૧૫.૧૪ કિમી મોનો એલિવેટેડ કોરિડોર રહશે જે ૨૦ મેટ્રો સ્ટેશનને જાડશે.મેટ્રો સ્ટેશનમાં વાયા સરથાણા, નેચરલ પાર્ક, કાપોદ્રા, લાભેશ્વર ચોક એરિયા, સેન્ટ્રલ વેર હાઉસ,સુરત રેલ્વે હાઉસ, મસ્કતી હોÂસ્પટલ, ગાંધીબાગ, મજુરા ગેટ, રૂપાલી કેનાલ, ડ્રીમ સીટી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




