વલસાડ,તા.૧૦
વલસાડના ઉમરગામમાં એક બિલ્ડિંગમાં મીટરના બોક્સમાં આગ લાગતા રહીશોમાં દોડધામ મચી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને બિલ્ડિંગના એ ફ્લોરમાંથી બાજુના ફ્લેટમાં રેસ્કીયું કરવામાં આવ્યા હતા. આ ઘનામાં કોઇ જાનહાની પહોંચી નથી.
મળતી માહિતી પ્રમાણે ઉમરગામમાં ભાગ્યોદય નામના ફ્લેટ આવેલા છે. આ ફ્લેટના ત્રીજા માળે બિલ્ડિંગના મીટર બોક્સમા આગ લાગી હતી. ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફ્લેટના રહિશોમાં દોડધામ મચી હતી. આ ઘટનામાં ફ્લેટમાં આશરે ૮ જેટલા લોકો ફસાયા હતા. જેમને ફાયબ્રિગેડની ટીમે રેસ્કીયું કરી સલામત સ્થળે ખસેડ્યા હતા.
ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથધરી હતી. ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા. અને આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




