સમૂહ લગ્નમાં નામોની નોધણી શરૂ કરાઈ
સુરત, તા.૧૨
આજે રાષ્ટ્ર અને હિન્દુ સમાજને એકતાની જરૂર છે ત્યારે ગુજરાત વિકાસ સમિતિ દ્વારા ૧૮મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહ સુરત ખાતે યોજાશે.
સમૂહ લગ્નની પ્રવૃત્તિમાં સામાજિકï ક્રાંતિ લાવવા આ પ્રશંસનીય કાર્ય તા.૧૨-૫-૨૦૧૯ને રવિવારના રોજ પુણાગામ ખાતે યોજાશે. વધુમાં સંસ્થાના પ્રમુખ પ્રવિણ ભાલાળાએ જણાવ્યું હતું કે, આ સમૂહ લગ્ïનમાં સંસ્થા તરફથી વિનામૂલ્યે લગ્ન રજીસ્ટર કરી સર્ટીફિકેટ આપવામાં આવશે. તેમજ ઈંદિરા વિકાસપત્ર, કુંવરબાઈનું મામેરૂં અને સરકારી બોન્ડ જેવા તમામ લાભો અપાવવામાં આવશે. આ સમૂહ લગ્નમાં જાડાવા ઈચ્છુક વ્યક્તિઓએ તા.૧૦-૪-૨૦૧૯ સુધીમાં ફોર્મ ભરી સંસ્થાના કાર્યાલયે જમા કરવાના રહેશે.
સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનો હેતુ કુરિવાજ નાબુદી અને સમાજના દરેક વર્ગના લોકોને એક મંચ પર ભેગા કરી એકતાની સાંકળ રચવાનો છે. દર વર્ષે યોજાતા આ સમૂહ લગ્નમાં જાડાયેલી દિકરીઓને કરિયાવર પેટે સંસ્થાને દાતાઓ તરફથી દાનમાં આવેલી ચીજ વસ્તુઓ મોટા પાયે આપી ગરીબ મા બાપના ખભેથી દીકરીના લગ્નનો ભાર ઉતારવામાં આવે છે.
કાર્યાલયનું સરનામું ઃ એ૧૦૦, લક્ષ્મી પેલેસ, છીતુનગર સોસા., રણુજાધામની બાજુમાં પુણા બોમ્બે માર્કેટ રોડ, પુણાગામ, સુરત સંપર્ક નં.૯૮૨૪૨૧૧૫૧૦.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




