ટેસ્લાનાં સીઈઓને પસંદ પડી ‘બાજીરાવ મસ્તાની’, ‘મલ્હારી’નું જીઆઈએફ શેર કર્યું

0
4

મુંબઈ,તા.૨૨
૧૮ ડિસેમ્બરનાં રોજ સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ને ૩ વર્ષ પૂર્ણ થયા. આ ખાસ પળે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ આ ફિલ્મને લઇને પોસ્ટ કરી હતી. બોલીવુડ અને રણવીર-દીપિકાનાં ફેન્સે પણ બંનેને અભિનંદન આપ્યા હતા. ફેન્સે આ ફિલ્મનાં કેટલાક સુપરહિટ ડાયલાગ્સથી ફિલ્મની ત્રીજી એનિવર્સરી મનાવી હતી. હવે લાગે છે ફક્ત આપણે ભારતીયો જ આ ફિલ્મને પસંદ કરતા નથી.
ટેસ્લાનાં સીઈઓ એલન મસ્ક પણ ‘બાજીરાવ મસ્તાની’ને પસંદ કરે છે. તેમણે આ ફિલ્મને રીલેટેડ એક જીઆઈએફ પોતાના આૅફિશિયલ ટ્વિટર પર શેર કર્યું છે. તેમણે રણવીર સિંહનાં ‘મલ્હારી’ સાન્ગનું જીઆઈએફ શેર કર્યું છે. આ જીઆઈએફમાં રણવીર સિંહ ડાન્સ સ્ટેપ કરી રહ્યો છે. તેમણે કેપ્શનમાં વધારે કંઇ નથી લખ્યું. તેમણે હાર્ટની ઇમોજી સાથે ‘બાજીરાવ મસ્તાની’ લખ્યું છે. એલન મસ્કનાં આ ટ્વિટથી ઇન્ડિયન ટ્વિટર યૂઝર્સ એ જાણીને ચોંકી ગયા હતા કે ટેસ્લાનાં સીઈઓને પણ આ ફિલ્મ પસંદ છે.
ઇન્ટરનેટ પર આ ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. રસપ્રદ રીતે આ એલન મસ્કનાં ટ્વિટ પર ઈરોસ નાઉએ પણ જવાબ આપ્યો છે. ઈરોસ નાઉએ લખ્યું છે કે, ‘તે બાજીરાવ મસ્તાની ફિલ્મને ઈરોસ નાઉ પર જાઇ શકે છે.’

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY