દક્ષિણ ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો : નવસારીમાં ૧૪ ડીગ્રી

0
3

સુરતમાં લઘુતમ ૨૦ ડીગ્રી તાપમાન
સુરત, તા.૧૨
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી તાપમાનમાં વધઘટ યતાવત રહી છે. ગતરોજની સરખામણીએ આજે સડસડાટ ૩ ડિગ્રી તાપમાન ઘટતા રાત્રે ઠંડી અનુભવાય છે. જ્યારે દિવસ દરમ્યાન ગરમીનો અનુભવ થઈ રહ્યુ છે. આગામી સપ્તાહ સુધી તાપમાનમાં વધઘટ યથાવત રહેશે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકતમ તાપમાન ૩૧.૫ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૦ ડીગ્રી નોîધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૫૩ ટકા અને હવાનું દબાણ ૧૦૧૬.૬ મિલીબાર નોધાયું છે. શહેરમાં ઉત્તર દિશાથી કલાકના ૪ કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્ના છે. ગતરોજની સરખામણીએ આજે તાપમાનમાં ૩ ડીગ્રીનો ઘટાડો નોધાયો છે.
નવસારીમાં આજે ૧૪ ડીગ્રી ન્યુનતમ તાપમાન નોધાયું છે. જે ગતરોજ ૧૭ ડીગ્રી નોધાયું છે. વલસાડમાં આજે ૧૭.૧ ડીગ્રી ન્યુનતમ તાપમાન નોધાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY