ઢીક-મુક્કીનો માર મારી બાઈક સવાર યુવકે મોતની ધમકી આપી
સુરત, તા.૧૩
કામરેજ ખોલવડ ગામ ખાતે આવેલા નવા ફળીયામાંથી પસાïર થઈ રહેલી એક સગીરાની છેડતી કરી ઢીક મુક્કીનો માર મારી મારી નાંખવાની ધમકી આપી બાઈક સવાર ફરાર થઈ ગયો હોવાનો બનાવ કામરેજ પોલીસ મથકમાં નોîધાયો હતો. પોલીસે છેડતીનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કામરેજ ખોલવડ ગામ ખાતે એક વાહન મિકેનિક રહે છે. તેમની સગીર પુત્રી ખોલવડ ગામમાંથી પસાર થતી હતી. ત્યારે ખોલવડ ગામના રહેવાસી રીઝવાન ઉર્ફે રીજ્જુબીડીએ પોતાની બાઈક તેની સામે ઉભી રાખી દઈ મારી સામે કેમ જાતી નથી ? તારો મોબાઈલ નંબર આપ તેમ જણાવી હાથ પકડી છેડતી કરી હતી. આ સાથે તેને ઢીક મુક્કીનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. છેડતીનો ભોગ બનનારી સગીરાએ આ વાતની જણ તેના પિતાને કરતા કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવી હતી. પોલીસે છેડતીનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




