ઓલપાડના-ઉમરા ગામે શુભમ રેસીડેન્શીના બંધ મકાનમાં ચોરી

0
8

સુરત, તા.૧૩
ઓલપાડ-ઉમરા ગામ ખાતે શુભમ રેસીડેન્શીમાં આવેલા એક બંધ મકાનના દરવાજાને મારેલુ તાળુ તોડી અંદર પ્રવેશી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ ઓલપાડ પોલીસ મથકે નોધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલમાં અોલપાડ-ઉમરા ગામ ખાતે આવેલા શુભમ રો હાઉસમાં રહેતા અલ્પેશભાઈ ગગજીભાઈ હીસરા ગત દિવસોમાં પોતાનું મકાન બંધ કરીને બહારગામ ગયા હતા. ત્યારે અજાણ્યા ઈસમોએ તેમના મકાનના દરવાજાને મારેલુ તાળુ તોડી અંદર પ્રવેશી પત્નીના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ સાથે તેઓ ડોર તથા ફોટોફ્રેમ નીચે નાંખી નુકસાન પણ કર્યું હતું. રૂ.૧.૮૭ લાખના દાગીનાની ચોરી થયા હોવાની ફરિયાદ ખેડૂતે અોલપાડ પોલીસ મથકે નોધાવતા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે. પોલીસે ગુના વાલી જગ્યાનું પંચનામું પણ કર્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY