રૂપિયાની લેતી-દેતી અંગે અબ્રામાંથી વૃદ્ધનું અપહરણ કરી ઢોર માર મરાયો

0
4

વરાછાની ઓફિસમાં વૃદ્ધને ગાંધી રાખી માર ફટકારી ભટાર નજીક છોડી દેવાયા
સુરત, તા.૧૩
અબ્રામા ખાતેથી રૂપિયાની લેતી દેતીમાં વૃદ્ધનું બાઈક ઉપર અપહરણ કરી વરાછાની એક ઓફિસમાં ગોîધી રાખી માર મારીને ભટાર રોડ ખાતે એક કારખાના નજક છોડીને નાસી ગયા હતા. વૃદ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
સિવિલ હોસ્પિટલના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રમેશભાઈ કલ્યાણભાઈ ડાપાણીને કાપોદ્રાનો માથાભારે મુકેશ રૂપિયાની લેતીદેતીને લઈ હેરાન કરતો હતો. આજે વહેલી સવારે ૩ વાગ્યાના સુમારે મુકેશ કેટલાક માણસો સાથે રમેશભાઈના ઘરો આવ્યો હતો. ત્યારબાદ બાઈક પર બેસાડી તેની ઓફિસે લઈ ગયો હતો. જ્યાં ઢોર માર મારી ભટાર રોડ ખાતે કારખાના પાસે છોડીને નાસી ગયા હતા. રમેશભાઈએ વધુમાં કહ્નાં કે ગત સપ્તાહે પણ ધર્મેશ ધાકધમકી આપી તેમના મામાના દીકરાના કારખાનેથી અઢી લાખનો સાડીનો જથ્થો લઈ નાસી છુટ્યો હતો. આ ઘટનાની તપાસ કરતા પોલીસે જણાવ્યું હતું કે વરાછા કાપોદ્રામાં રૂપિયાની લેતી દેતીના મામલે રમેશભાઈ ઉપર તપાસ ચાલી રહી છે. આ સમગ્ર ઘટના ટેક્નીકલ હોવાનું પોલીસે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY