મુખ્યમંત્રી આવાસ યોજનામાં ક્વાટસ અપાવવાના બહાને લાખોની છેતરપિંડી

0
8

ચીટર ભૂપત લુભાણીએ ઘરની લાલચ આપી સંખ્યાબંધ લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા
સુરત, તા.૧૩
મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના નામે લાખો રૂપિયા પડાવી લેનાર ચીટર ભૂપત હેમરાજ લુભાણી વિરૂદ્ધ ભોગ બનનારાઓએ કતારગામ પોલીસ મથકે ધામો નાંખતા પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.
કતારગામ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ વર્લીનાકા, ગીતા કંપાઉન્ડમાં રહેતા અનિલ વાલજીભાઈ પરમારે આરોપી ભૂપત હેમરાજ લુભાણી શ્રીજી કોમ્પ્લેક્ષ, ત્રિકમનગર, લંબેહનુમાન રોડ વિરૂદ્ધ ફરિયાદ નોધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી ભૂપતે ફરિયાદી સહિતના લોકોને મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાની લાલચ આપી ફરિયાદી પાસેથી ૭૦ હજાર, પ્રવિણ વલ્લભભાઈ મેવાડા પાસેથી ૯૦ હજાર, ચંપાબેન દેવજી પડાયા પાસેથી ૨.૫૦ લાખ, મહેશભાઈ અમરોલી પાસેથી ૧.૫૦ લાખï, નયનાબેન જેઠાભાઈ નાવર પાસેથી ૯૦ હજાર મળી કુલ રૂ.૬.૫૦ લાખ મેળવી મકાન નહીં અપાવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. બનાવ અંગે કતારગામ પોલીસે ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY