દિકરાને સકૂલમાં લેવા ગયેલી પરિણીતાની રસ્તામાં છેડતી

0
2

આરોપી સાગર પંડ્યાએ પરિણીતાના હાથ પકડી ગાળો ભાંડી
સુરત, તા.૧૩
અઠવા પોલીસ મથકની હદમાં આવેલા એક વિસ્તારમાં પરિણીતાની છેડતી કરી એક ભૂદેવ ફરાર થઈ ગયો હોવાનો બનાવ અઠવા પોલીસ મથકમાં નોîધાતા પોલીસે છેડતીનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અડાજણ એલ.પી. સવાણી સ્કૂલ સુડા આવાસમાં સાગર ધર્મેન્દ્રભાઈ પંડ્યા રહે છે. ગત તા.૧૨મી માર્ચના રોજ બપોરે અઢી વાગ્યાના સુમારે અઠવા વિસ્તારમાંથી પસાર થતી એક પરિણીતાનો હાથ પકડી છેડતી કરી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. આ પરિણીતા પોતાના પુત્રને સકૂલમાંથી લેવા ગયેલા અને ત્યાંથી પરત થતા હતા. ત્યારે પરિણીતાનો હાથ પકડી ન શોભે તેવી ગાળો આપી ધમકી આપી ભૂદેવ ફરાર થઈ ગયો હતો. પોલીસે છેડતીનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY