શિવસેનાના અગ્રણીઓએ મ્યુનિ. કમિશનરને આવેદન પાઠવ્યું
સુરત, તા.૧૩
સુરત શહેર શિવસેના દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારીઑની ભર્તી આદશર્ ચૂંટણી આચારસંહિતાનો ભંગ હોઈ તત્કાલ તટસ્થ તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે.
સુરત શહેર શિવસેના પ્રમુખ વિલાસ પાટીલ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પાલિકામાં સફાઈ કામદાર, બેલદારની ભર્તી પ્રક્રિયામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની તેમજ આદર્શ ચૂંટણી આચારસંહિતા ભંગ થઈ હોવાની રજૂઆત કરવામાં આવી છે. ભર્તીની જાહેરાત અને નીતિ નિયમ મુજબ ભરતી કરવામાં આવી નથી. ભર્તી માટે ધોરણ ૮ પાસ ઉમેદવારો જ લાયક હતા પરંતુ જે ફાઈનલ યાદી જાહેર થઈ છે. તેમાં સંખ્યાબંધ ઉમેદવારો ધોરણ ૧૦ પાસ અને તેથી વધુ અભ્યાસ કરેલ છે. ભરતી પ્રક્રિયાની ફાઈનલ યાદી આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગયા બાદ બહાર પાડવામાં આવી છે અને તેની ઉપર ૮-૩-૨૦૧૯ની ખોટી તારીખ લખવામાં આવી છે. ભરતી થયેલ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતમાં મોટાïપાયે બેદરકારી કરીને પાલિકાએ નીતિ નિયમોનો છેડ ઉડાવી દીધો છે. તાત્કાલિત ધોરણે બહાર પાડેલ ખાદી રદ્દ કરવાની સાથે જે ઉમેદવારો ભર્તી થયા છે તેમના ડોક્યુમેન્ટ ચેક કરીને બોગસ પ્રમાણપત્રો રજૂ કરવા માટે કાનૂની કાર્યવાહી હાથ ધરવી જાઈએ. આજે શિવસેના પ્રમુખ અને કાર્યકર્તાઓ દ્વારા સૌપ્રથમ સુરત મહાનગરપાલિકા કમિશનર, પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરીને ન્યાયિક તપાસની માંગ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




