પતિના અત્યાચારનો ભોગ બનેલી પરિણીતાની ફરિયાદ
સુરત, તા.૧૩
ઓલપાડ તાલુકાના ઉમરા ગામની પત્નીને માર મારી માથાના વાળ પકડી દાદર નીચે ધક્કો મારી પતિ ફરાર થઈ ગયો હોવાનો બનાવ ઓલપાડ પોલીસ મથકે નોધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જૂનાગડ જિલ્લાના મેદરડા ગામના મૂળ વતની અને હાલમાં ઓલપાડ તાલુકાના ઉમરા ગામના શિવપાર્ક સોસાયટી ખાતે રહેતી રીયાબેન ડાભીએ તેના પતિ પ્રિતેશ ડાભી વિરૂદ્ધ નોîધાયેલી એક પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત દિવસોïમાં તેમનો પતિ રાજસ્થાન શિહોર જવા નીકળ્યો હતો. ત્યારે પાછળથી તેઓને યાદ આવતા તેમણે દરવાજે ખટખટાવીને જણાવેલ કે મારા નાઈટ પેન્ટમાં રૂ.૬૦૦ લેવા છે. ત્યારબાદ પત્નીએ જણાવેલ કે પૈસા મારી પાસે છે એવુ કહેતા પતિએ ઉશ્કેરાઈ જઈ માથાના વાળ પકડીને માર મારી દાદર નીચે ધક્કો મારી શરીરના ભાગે ઈજાઓ પહોîચાડી ફરાર થઈ ગયો હતો. પત્નીએ પતિ વિરૂદ્ધ ફરિયાદ નોîધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



