નવસારી ડીડી લો કોલેજનો વાર્ષિક ઉત્સવ રંગેચંગે ઉજવાયો
સુરત, તા.૧૩
સદન મળી, વકીલ થઈ ગયા એટલે સફળ થઈ ગયા એવુ ન માનશો. સફળતા માટે અપડેટ થઈ, સંઘર્ષ સાથે પ્રામાણિકતા રાકશો તો જ સફળ થશો. આજે જુનિયર વકીલો પણ મેટર માટે તૈયાર થઈને આવતા નથી માટે ઠરાવ ઉપર ઠરાવ માંગે છે. વકીલ કે જજ કાયમ લો કોલેજના વિદ્યાર્થી છે, ચુકાદાઓનો અભ્યાસ હશે તો જ આગળ વધી શકાશે.
ઉપરોક્ત શબ્દો ડીડી લો કોલેજ, નવસારીના વાર્ષિકોત્સવમાં ગાર્ડા કોલેજ હોસ્ટેલ ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓ, નગરના અગ્રણીઓ તથા વકીલોને સંબોધતા તથા વિદ્યાર્થીઓને ઈત્તર શૈક્ષણિક પ્રવૃત્તિઓ પારિતોષિકોનું વિતરણ કરતા ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ બહેરામ જે. શેઠનાએ મુખ્ય મહેમાનપદેથી જણાવ્યા હતા.
અતિથિ વિશેષ પદેથી વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. રમેશચંદ્ર કોઠારીએ આ વિદ્યાથી૪ઓને પરિવર્તન બદલવાનું મૂલ્યાંકન કરવા અનેક ઉદાહરણો આપી જણાવ્યું હતું કે જ્ઞાનનો અહમ ન રાખશો. વિદ્યાકીય ઉપાધિ તમારા કાર્યક્ષેત્ર પૂરતી જ છે. વટ મારવા કે બીજાને આંજી દેવા ડિગ્રીનો પ્રચાર પ્રસાર ન કરશો.
નવસારીમાં ઉછરેલા ગાર્ડા કોલેજના પૂર્વ વિદ્યાર્થી ફિલ્મ, ટીવી આર્ટીસ્ટ શાહરૂખ સદરીએ અતિથિ વિશેષ પદેથી જણાવ્યું હતું કે જે મેદાનમાં પ્રવૃત્તિઓ કરી ત્યાં મંચ ઉપર બેસવાનું મળે એ તક તમારે મેળવવા કઠોર પરિશ્રમ કરવો જરૂરી છે. કામ, નામ અને દામ ત્રણે સાથે જ હોય છે. નિષ્ઠાપૂર્વક કામ કરો તો દામ પાછળ જ છે.
એસ.બી. ગાર્ડા કોલેજના ટ્રસ્ટના ચેરમેન દારા દેબુ, મંત્રી કેરસી દેબુ, ટ્રેઝરર હોરમઝ અવારીએ મહેમાનોનું અભિવાદન કર્યું હતું. આચાર્યા એસ.પી. બીલીમોરીયાએ પારિતોષિક વિતરણ વિધિનું સંચાલન, આવકાર, સાંસ્કૃતિક મંત્રી કાજલે પ્રવૃત્તિ અહેવાલ રજૂ કર્યો હતો. ન્યાયાધીશ પદે પસંદ થયેલા કોલેજના પૂર્વ વિદ્યાથી૪ રવિકાંત પરમારનું વિશેષ અભિવાદન થયું હતું. આચાર્ય ડો. ધર્મવીર ગુર્જર, સેવા સંસ્થાઓપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





