વડીલો પાર્જીત ખેડૂતની જમીન પડાવી લેવાનો પ્રયાસ કરતા પોલીસ ફરિયાદ

0
26

બહુમાળી સરકારી કચેરીમાં ગુનો આચરાતા અઠવા પોલીસે કેસ દાખલ કર્યો
સુરત, તા.૧૪
નાનપુરા બહુમાળી ભવનમાં આવેલા સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરી ખાતે એક ખેડૂત પાસેથી પાવર ઓફ એટર્ની મેળવી વડીલો પાર્જીત જમીન બારોબાર વેચી મારવાના એક કિસ્સામાં ચાર આરોપીઓ સામે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પોલીસે ગુનો નોîધી તપાસ હાïથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પરવત પાટીયા કિરણ મોટર્સ પાસે આવેલા મહેન્દ્ર પાર્ક ખાતે દેવેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઠાકોર રહે છે. તેઓની વડીલો પાર્જીત જમીન-મિલકત ડુંભાલ ખાતે સર્વે નંબર ૨૭૧-૩૯, બ્લોક નં.૪૪ ટીપી સ્કીમ નં.૩૪, ફાઈનલ પ્લોટ નં.૧ જેનું ક્ષેત્રફળ ૨-૪૦-૭૯ ચોરસ મીટર છે. તે જમીનનો પાવર દેવેન્દ્રભાઈએ મેઘાભાઈ ભરવાડને આપ્યો હતો. આરોપી હિતેશ અકબરી, પિન્ટુ દિવાન તથા મેઘાભાઈ ભરવાડે એકïબીજાની મદદગારી કરી કાવતરુ રચી સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરી ખાતે બોગસ દસ્તાવેજા રજૂ કરી વડીલો પાર્જીત જમીનનું ટાઈટલ વાંધામાં નાંખી ફરાર થઈ ગયા હતા. ખેડૂતે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પોલીસે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૭૧ તથા ૧૨૦ બી મુજબનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.ïખેડૂતનું વિશેષ નિવેદન લેવામાં આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY