ઝેરી કચરો ઠાલવી દેનાર ઓલપાડ સ્થિત સાઈનાઈડ કંપની સામે ખેડૂત સમાજનો રોષ

0
8

ઓલપાડ સાઈનાઈડના ઉચ્ચ અધિકારીઓની ધરપકડ કરી કંપનીને બંધ કરાવવા કલેક્ટર સમક્ષ ખેડૂત સમાજની માંગ
સુરત, તા.૧૪
ઓલપાડ સ્થિત હિન્દુસ્થાન કેમિકલ્સ પ્રા.લિ. (સાઈનાઈડ કંપની) દ્વારા ભરૂચ જિલ્લામાં બારોબાર ઝેરી રસાયણનો કચરો ઠાલવતા આબાદ ટેન્કર ઝડપાઈ ગયું છે. કંપનીના અધિકારીઓ કર્મચારીઓ સામે સખત પગલા ભરવા ખેડૂત સમાજ ગુજરાત દ્વારા આજે ભરૂચ-સુરત કલેક્ટર તેમજ જીપીસીબીને આવેદનપત્ર આપીને જીવતા બોમ્બ સમાન આ કંપનીને કાયમ માટે બંધ કરવા રજૂઆત કરી છે.
ખેડૂત સમાજ ગુજરાતના આગેવાન જયેશ પટેલ, જયેશ પાલ, દર્શન નાયક સહિતના ખેડૂત આગેવાનો આજે સુરત જિલ્લા કલેક્ટરને મળી આવેદનપત્ર આપ્યું હતું. આવેદન પત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે, હિન્દુસ્થાન કેમિકલ્સ કંપની લી.ઓલપાડ સુરત ખાતે સાઈનાઈડના ભયાનક કેમિકલ્સ બનાવે છે. આ કંપનીએ ૩ ટ્રક ઝેરી જાખમી રાસાયણિક ઘન કચરો ભરૂચ જિલ્લાના ઉમલ્લા તાલુકાના વણખૂંટા ગામે નાખેલ હતો. તે કચરો ઠાલવતા રંગે હાથો ગામના લોકો દ્વારા પકડી પાડવામાં આવેલ છે. ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં આ સાઈનાઈડ યુક્ત કચરો નાખવા બદલ હિન્દુસ્થાન કેમિકલ્સ કંપની, તેમજ ટ્રક ડ્રાઈવર અને અંકલેશ્વરના કોઈ વેપારી સામે એફઆઈઆર ક્રમાંક ત્ત્-૯/૨૦૧૯ થી ગુનો દાખલ કરવામાં આવેલ છે.
આ બાબતે જીપીસીબીએ ફરિયાદ દાખલ કરેલ છે જેમાં કંપનીના તમામ ડાયરેક્ટરના નામો દાખલ કરી તેમને જેલભેગા કરવા માંગ છે. આ ગુનામાં સંડોવાયેલ તમામ ટ્રકના માલિકો, ડ્રાઈવરો, વેપારીઓ, આ પ્રકારની ગેર કાનૂની કાર્યવાહીમાં સંડોવાયેલા કંપનીના અધિકારી એ.કે. સિંઘ તેમજ ખોટા બિલો કાગળો તૈયાર કરનાર કંપનીના કર્મચારીઓ પર ગુનો નોîધવામાં આવે અને તેમની સામે કાર્યવાહી કરવાની અમારી માંગ છે.
આ ઝેરી રાસાયણિક સાઈનાઈડ યુકત કચરો માનવ જાત માટે ખૂબ જ ગંભીર રોગોનું કારણ બને છે. આથી તાત્કાલિક અમો માંગ કરીએ છીએ કે કંપનીના તમામ માલિકો અને સંડોવાયેલ તમામ આરોપીઓની સામે ૩૦૭ની કલમ અને ૧૨૦ બીની કલમ લગાડવામાં આવે. અંતરિયાળ વિસ્તારમાં આ પ્રકારના ગોરખધંધા કરવા બદલ કંપની સામે જીપીસીબી તેમજ જિલ્લા કલેક્ટર ભરૂચ દ્વારા કડક કાર્યવાહી કરવાની અમારી માંગ છે. કંપનીએ ભૂતકાળમાં પણ આવા ઝેરી રસાયણો જ્યાં ત્યાં ગેરકાયદેસર રીતે નિકાલ કરેલ હોય શકે છે તેતી તેની ગહન તપાસ ઉત્પાદનïના આંકડાઅો પરથી જીપીસીબી કરે એ ખૂબ જરૂરી છે. ગુજરાતની જાહેર જનતાનું સ્વાસ્થ્ય જાખમમાં મુકવા બદલ આ કંપની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તેને કાયમ માટે બંધ કરી દેવામાં આવે એવી અમારી માંગ છે.
આ કંપની સામે એનજીટીમાં કેસ પણ દાખલ કરવામાં આવેïલ હતો અને તેનું ઈસી રદ્દ થયેલું હતું. રાજ્ય સરકારે ખાસ કમિટી રચી તેને એક્ïશન પ્લાન પણ પાલન કરવા માટે આપેલ હતો. તેમ છતાં આ કંપનીએ તેમ બેદરકારી બતાવેલ છે અને કાયદા કાનૂન તેમજ સરકારની સૂચના ઘોળી પી ગયેલ છે. આ કંપની સામે અોલપાડ તાલુકાની જનતાએ ખૂબ વિશાળ આંદોલન પણ કરેલ હતું અને સમગ્ર ઓલપાડ તાલુકાની જનતાના માથે જીવતા બોમ્બ સમાન અને ભોપાલ જેવી દુર્ઘટના કરી શકવામાં સક્ષમ આ કંપનીને બંધ કરી દેવા માંગ કરવામાં આવેલ હતી. ૪૧ જેટલી ગ્રામ પંચાયતોએ ઠરાવ કરી આ કંપની દૂર કરવાની માંગ કરવા છતાં સરકારે કોઈ જ પગલા ભરેલ ના હતા. એક ઉદ્યોગપતિના હિતને વધુ મહત્ત્વ આપી સરકારે અોલપાડ તાલુકાની જનતાની માંગને ફગાવી દીધેલ હતી. આજે અોલપાડ નગરની વચ્ચોવચ આ કંપની ચાલે છે અને ૨૦ હજાર લોકોને માથે મોતનો ખતરો કાયમ ઊભો રહેલ છે. કંપનીના માલિકોએ ગુજરાત બહાર બેસી ગુજરાતના લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું અને કેન્સર જેવી જીવલેણ બીમારી આપવાનું કામ કરેલ છે. જે આજરોજ સાબિત થયેલ છે. આવા નીચ અને અધમ કૃત્યને હરકોઈ સંજાગોમાં માફ કરી શકાય નહીં. આમ પર્યાવરણ સરકાર અને પ્રજા સાથે દ્રોહ કરતી કંપનીને ગુજરાતમાંથી ફારગતી આપવી જરૂરી બને છે.
તેથી આ કંપનીને અહીંથી કાયમ માટે બંધ કરી ઓલપાડ તાલુકાની જનતા તેમજ ગુજરાત રાજ્યની જનતાનું રક્ષણ કરવા રાજ્ય સરકાર પાસે અમારી માંગ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY