હુમન રાઈટોસના નામે રૂપિયાનો તોડ કરતા શેલડિયા સામે ૭ ડોક્ટરોએ લેખિત ફરિયાદો રજૂ કરી : કોગ્રેસના કોર્પોરેટર ડો. ચારૂલ કસવાલા પાસેથી ઠગ શેલડિયાએ રૂ. બે લાખ પડાવ્યા હતા.
સુરત, તા.૧૫
કતારગામ-વેડરોડ વિસ્તારમાં પેધી પડી ગયેલી ખંડણીબાજ ટોળકી સામે વધુ એક તબીબે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અગાઉ કોઝવે રોડના ડો. અરવિંદ શર્મા પાસે રૂપિયા પાંચ લાખની ખંડણી માંગનાર કે.ડી. પટેલ ઉર્ફે સેલડીયા સામે ફરિયાદ નોંધાઈ હતી. આ ખંડણીખોર ટોળકીનો ભોગ બનેલા કતારગામ-વેડરોડના ડોક્ટરોએ પો.કમિ. સતીષ સર્માને રૂબરૂ મળી ફરિયાદ કરતાં પો.કમિ. સતીષ શર્માએ આ ટોળકી સામે કાર્યવાહી કરવા ડીસીબી પોલીસને આદેશ આપ્યો હતો. જેને પગલે સાતથી આઠ જેટલા તબીબોએ ખંડણીબાજ કે.ડી. સેલડીયા સહિતની ટોળકી સામે અરજી આપી હતી. જેના અનુસંધાને કોંગ્રેસના કોર્પોરેટર ડો. ચારૂલબેન કસવાલાનો પણ રૂપિયા બે લાખનો તોડ કરવાનો આ ટોળકીએ યાસ કર્યો હતો.
પુણાના કોંગ્રેસી કોર્પોરેટર ડો. ચારૂલબેન કસવાલાએ આરોપી કે.ડી. સેલડીયા, મનીષ ભુવા, સંજય પરમાર તથા એક અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ પુણા પોલી મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી ખંડણીબાજ ટોળકીએ ફરિયાદી કોર્પો. ચારૂલબેન પાસે આવીને આરોગ્ય સુધારણા કાર્યક્રમમાં કામ કરૂં છું તેમ જણાવી તમે બીએએમએસ ડોક્ટર છો અને તેમ છતાં ગાયનેકએક્ટિસ કરીને ખોટું કરો છો, તમારા વિરૂધ્ધ લીગલ કાર્યવાહી કરીશું તેવી ધમકી આપી રૂપિયા બે લાખની ખંડણી માંગી હતી. જો પૈસા નહીં આપશે તો પતિના ટાંટીયા તોડી નાંખવાની અને બદનામ કરવાની ધમકી આપી હતી. પુણા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. હ્યુમન રાઈટ્સ સહિત ટેસના નામે ચીટર કે.ડી. સેલડીયાએ અનેક ડોક્ટરોને નિશાન બનાવી લાખો રૂપિયાની ખંડણી માંગી હતી. જેમાં ચોક પોલીસ મથક વિસ્તારના ડો. કમલેશ વરીયા, ડો. રમેશ લવાણી, કતારગામ પોલીસ મથક વિસ્તારના ડો. સંદીપ નાવડીયા, ડો. જયંતી ભાયાણી, ડો. રમેશ મોરડીયા, ડો.ભાવેશ ભૂત, ડો. તરસડીયા, ડો. ચારૂલ કસવાલા, ડો. ભરત ધોળકીયા આ ખંડણીબાજ ટોળકીનો ભોગ બન્યા હતા. સ્થાનિક પોલીસ દ્વારા આ ડોક્ટરોની અરજી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




