દારૂના જથ્થા સાથે મનોજ પટેલ અને ઈશ્વર પટેલની ધરપકડ
સુરત, તા.૧૫
મહુવા-નવાપુલ પરથી પસાર થઈ રહેલી એક કારને રોકી પોલીસે તેમાંથી ૩૫૪ નંગ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી બે બુટલેગરોની ધરપકડ કરી લીધી હોવાનો બનાવ મહુવા પોલીસ મથકે નોîધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વડોદરા તરસાલી ખાતે આવેલ સ્વસ્તિક સોસાયટીમાં રહેતા મનોજ ડાહ્નાભાઈ પટેલ, મહુવા તાલુકા કાનીગામના પારસી ફળિયામાં રહેતા ઈશ્વરભાઈ પટેલ તથા મીહિત વિગેરેઓએ પોતાની મારૂતિ સફેદ કલર કાર (જીજે-૦૬-એચએસ ૬૧૩૫)માં વગર પાસ પરમીટનો ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલમ ૩૫૪ નંગ બોટલો કિંમત રૂ. ૩૫,૪૦૦/- કારની કિંમત રૂ. ૩ લાખ, ૩ નંગ મોબાઈલ ફોન મળી કુલ્લે ૩.૩૮ લાખનો મુદ્દામાલ સાથે રાખીને જતા હતા ત્યારે પોલીસે તેમની કારને આંતરીને જડતી લેતા તમામ વિદેશી દારૂની બોટલïïો કબજે કરી કાર ચાલક મનોજ પટેલ તથા ઈશ્વર પટેલની ધરપકડ કરી હતી. જ્યારે મોહિત નામના બુટલેગરની પોલીસે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે પ્રોહીબીશન એકટ મુજબનો ગુનો નોîધી ફરાર થઈ ગયેલા બુટલેગર મોહિતની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



