બળાત્કાર કેસમાં દિગમ્બર જૈન મુનિ ૧૬ મહિનાથી લાજપોર જેલમાં છે
સુરત, તા.૧૫
નાનપુર ટીમલીયાવાડ ખાતે આવેલા દિગમ્બર જૈન ઉપાશ્રય ખાતે વડોદરાની એક યુવતી સાથે બળાત્કાર ગુજારવાના મામલે આરોપી શાંતિ સાગર મહારાજ સામે ચાર્જફ્રેમ આજની મુદ્દત પર થવાનો હતો. પરંતુ કોર્ટ રજા પર હોય આજે તેમની સામે ચાર્જ ફ્રેમ (તહોમત નામું) ફટકારાઈ શકાયુ ન હતું. આગામીï મુદ્દત પર ચાર્જ ફ્રેમ થશે એવું પીડિતાના એડવોકેટ મુખત્યા શેખ તથા યાહ્ના શેખે જણાવ્યું હતું.જોકે બચાવ પક્ષના એડવોકેટ કલ્પેશ દેસાઈ તથા વિરલ ચલીયાવાળા ઉપસ્થિત રહ્યાં હતા.
આ કેસની વિગતોએવી છે કે, વડોદરા ખાતે રહેતી અને અમદાવાદની ફેશન ડિઝાઈનીંગ કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની સાથે નાનપુરા ટીમલીયાવાડ ખાતે આવેલા દિગમ્બર જૈન ઉપાશ્રય ખાતે રહેતા જૈન મુનિ શાંતિ સાગર મહારાજ દ્વારા પૂજા-તંત્રિક વિધિ કરવાના બહાને રૂમમ) બોલાવી બળાત્કાર ગુજારવામાં આપ્યો હતો. અઠવા પોલીસ મથકમાં પીડિત યુવતિએ આરોપી શાંતિ સાગર મહારાજ સામે બળાત્કારની ફરિયાદ દાખલ કરાવ્યા બાદ પોલીસે તેનીછ ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. પોલીસે તેની સામે ચાર્જશીટ રજૂ કર્યાબાદ શુક્રવારના રોજ ચાર્જફ્રેમ થવાનો હતો, પરંતુ નામદાર કોર્ટ રજા પર હોય તેની સામે તહોમતનામુ ફટકારાઈ શકાયું ન હતું. જાકે, આગામી દિવસોમાં તેની સામે તહોમતનામુ ફટકારવામાં આવશે. આરોપી છેલ્લા ૧૬થી વધુ મહિનાથી લાજપોર જેલમાં હોવાનું જાણવા મળ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



