કાપોદ્રામાં છૂટાછેડા બાદ ભૂતપૂર્વ પતિ પરિણીતાનું અપહરણ કરી ગયો

0
8

પ્રેમલગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે છૂટાછેડા પણ થયા હતા
સુરત, તા.૧૫
લવમેરેજ કર્યા બાદ છુટાછેડા થઈ ગયા હોવા છતાં પણ પ્રેમી પતિ પોતાના મિત્ર સાથે આવીને પૂર્વ પ્રેમિકા પત્નીને બળજબરીથી ભગાડી ગયાનો બનાવ કાપોદ્રા પોલીસ મથકે નોîધાયો હતો.
કાપોદ્રા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ સાવરકુંડલાના ગાધડકા ગામનો રહીશ અંકેશ ગોરધન ફિણવરીયા ગત તા.૧૪-૨-૨૦૧૯ના રોજ કાપોદ્રા ધર્માનંદન પાસે મિત્ર સાથે આવી ફરિયાદીની દિકરીને બળજબરીથી અપહરણ કરી લઈ ગયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી અંકેશે અગાઉ આ યુવતી સાથે પ્રેમલગ્ïન કર્યા હતા. ત્યારેબાદ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.તેમ છતાં આરોપી અંકેશ મિત્ર સાથે મળીને આ યુવતીને ભગાડી ગયો હતો. કાપોદ્રા પોલીસે ફરિયાદ નોધી સબ ઈન્સ્પે. એ.જી. રબારીએ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY