વેપારી સાથે ૩૯.૮૨ લાખની છેતરપિંડી

0
7

સુરત, તા.૧૫
કલકત્તાના ચાર વેપાઓએ સુરતના કાપડ વેપારી પાસેથી રૂ.૩૯.૮૨ લાખનો માલ ખરીદી પેમેન્ટ નહીં ચૂકવી ઠગાઈ કરી હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પીપલોદ ખાતે રહેતા અને ઉધના દરવાજા વામા હાઉસમાં દુકાન ધરાવતા જનકભાઈ દિલીપભાઈ ધમણવાળાએ આરોપી મદન પુનદેવ રાઉત, અરવિંદ સાધુસરન સિંગ, કરણ આરવી શોલ, સુદર્શન શેઠી કલકત્તા વિરૂદ્ધ ફરિયાદ નોîધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ ફરિયાદી પાસેથી શરૂઆતમાં માલ મંગાવી નિયમિત પેમેન્ટ ચૂકવ્યા બાદ રૂ.૩૯,૮૨,૪૪૮નો માલ મંગાવી પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. બનાવ અંગે સલાબતપુરા પોલીસે ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY