જનજાગૃતિ કેળવવા ઠેર-ઠેર વીવીપેટ મશીનનું નિદર્શન
વલસાડ, તા.૧૫
લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ના મતદાનમાં મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે અને કોને મત આપ્યો તે જોઇ શકાય તે હેતુસર વીવીપેટનો ઉપયોગ કરવામાં આવનાર છે. વીવીપેટની જાણકારી દરેક મતદાર સુધી પહોંચે તે હેતુસર જિલ્લામાં મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહયા છે. આ તમામ પ્રક્રિયાની જાણકારી મતદારોને થાય તે હેતુસર વલસાડ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં વીવીપેટનું નિદર્શન કરવામાં આવી રહયું છે. જેના ભાગરૂપે વલસાડના જનસેવા કેન્દ્ર ખાતે વીવીપેટનું નિદર્શન સાથે મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં મતદારોએ લાભ લીધો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





