નવાપુરામાં રહેણાંક મિલ્કતમાં ગેરકાયદે દુકાનનું ડીમોલીશન

0
3

એકથી પાંચમાં માળ સુધીની ૧૨ દુકાનોમાં તોડફોડ
સુરત, તા.૧૫
સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૦૩ નોîધ નં.૧૩૦, પારસી શેરી, નવાપુરા વાળી મિલકતમાં મિલકતદાર સ્વસ્તિક એન્ટરપ્રાઈઝ એક ભાગીદારી પેઢી તેના ભાગીદારો દ્વારા સુરત મહાનગરપાલિકા દ્વારા રહેણાંક હેતુ માટે મંજુર કરાયેલ પ્લાનો વિરૂદ્ધ રોલિંગ શટરો લગાવી કોમર્શિયલ બાંધકામ કરતા તા.૧૪-૩-૨૦૧૯નાં રોજ સેન્ટ્રલ ઝોનના શહેર વિકાસ વિભાગ, દબાણ ખાતાનાં સ્ટાફ તથા સુરત મહાનગરપાલિકાનાં સિક્યોરિટી સ્ટાફની મદદથી ડીમોલીસન કરવામાં આવેલ. જે અંતર્ગત એકથી પાંચમા માળે ૧૨ રોલિંગ શટર દૂર કરવામાં આવેલ છે. તેમજ ડીમોલીશન પેટે રૂ.૨૫૦૦૦ વહીવટી ચાર્જ વસૂલ લેવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY