બારડોલી લોકસભા બેઠક માટે ભાજપના નિરિક્ષકો સમક્ષ દાવેદારોની રજૂઆત

0
10

સાંસદ પરભુ વસાવા, ગણપતસિંહ વસાવા, દેવુભાઈ ચૌધરી, હેમલતાબેન ચૌધરી, જયરામ ગામીત, સંજય ચૌધરીના નામની રજૂઆત
સુરત, તા. ૧૬
ગુજરાતમાં આગામી ૨૩મી એપ્રિલના રોજ યોજાનારી લોકસભા ચૂંટણી માટે ભાજપા દ્વારા ગુજરાતની ૨૬ બેઠકો પર નિરીક્ષકોની પેનલ મોકલાવી મુરતિયાઓની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આજે બારડોલી લોકસભા બેઠકો માટે દાવજેદારી કરવામાં આવી હતી.
આજે સવારથી બારડોલી લોકસભા બેઠક માટે બારડોલી ખાતે ધુલીયા રોડ પરિશ્રમ પાર્કમાં આવેલા ભાજપા કાર્યાલય ખાતે ચૂંટણી નિરીક્ષક પૂર્ણેશભાઈ મોદી, મંગુભાઈ પટેલ અને જયોતિબેન પંડયાની પેનલ સમક્ષ દાવેદારી રજૂ કરવામાં આવી હતી. સવારથી બપોર સુધીમાં વર્તમાન સાંસદ પરભુ વસાવા (માંડવી) ગણપત વસાવા, (માંગરોળ) દેવજુભાઈ ચૌધરી (બારડોલી) હેમલતાબેન વસાવા (માંગરોળ), જયરામ ગામીત (તાપી) સંજય ચૌધરી સહિત અન્યો દ્વારા દાવેદારી કરવામાં આવી હતી.
નિરિક્ષકોની પેનલ દ્વારા આપવામાં આવનાર અહેવાલના આધારે સંભવિત નામોનીમાંથી આવતીકાલે પ્રદેશ કાર્યાલય ખાતે ત્રણ-ત્રણ નામોની પેનલ યાદી તૈયાર કરવામાં આવશે. આવતીકાલે મળનારી પ્રથમ બેઠક દરમિયાન વડોદરા, ભરૂચ, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, વલસાડ, નવસારી, બારડોલી, સુરત, આણંદ, ખેડા એમ મળી કુલ ૧૧ બેઠકોની ઉમેદવારોની પસ઼દગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્રણ દિવસ સુધી બેઠક કર્યા બાદ પ્રદેશï પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા ૨૦મી માર્ચના રોજ ગુજરાતની તમામ ૨૬ બેઠકો માટે ૩-૩ની યાદી બનાવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ રજૂઆત કરવામાં આવશે જ્યાં ઉમેદવારોની આખરી યાદી બનાવી મંજૂરીની મહોર મારવામાં આવશે. ૨૧ïમી માર્ચના રોજ ભાજપ દ્વારા ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર થાય તેવી શક્યતા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY