જાગૃત મહિલા ગ્રુપની અસરકારક રજૂઆતને સમર્થન
ધૂળેટીના તહેવારમાં જાહેરમાં રંગ ઉડાવવાથી અકસ્માતો તેમજ લોકોની આંખમાં રંગ જતા નુકશાન થતું હોય અને છેડતીના બનાવો બનતા હોય જેને રોકવા માટે જાહેરમાં રંગ ઉડાવવા પર પ્રતિબંધ માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવા જાગૃત મહિલા ગ્રુપ દ્વારા રજૂઆત કરવામાં આવી હોય જેને ધ્યાને લઈને જીલ્લા અધિક કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે
જાગૃત મહિલા ગ્રુપ મોરબી દ્વારા કરવામાં આવેલી રજૂઆતને પગલે જીલ્લા અધિક કલેકટર કેતન જોષી દ્વારા ધૂળેટીના તહેવારને અનુલક્ષીને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે જેમાં હોળી અને ધૂળેટીના તહેવાર નજીક હોય ત્યારે યુવાનો અને બાળકો રસ્તાઓ પર તેમજ શેરીઓમાં દોડાદોડી કરી જાહેરમાં ચાલતા ટ્રાફિકને અડચણરૂપ બને છે જે અટકાવવું જરૂરી હોય તેમજ જાહેર સુલેહ અને શાંતિ સલામતી જળવાય તેવા હેતુથી જાહેર રસ્તાઓ પર કોરા રંગ અથવા રંગ મિશ્રિત પાણી તેમજ કોઈપણ પ્રકારના પ્રવાહીઓ ફેંકવા અને સાધનો લઇ જાહેર રસ્તાઓ પર દોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે
જાગૃત મહિલા ગ્રુપ મોરબીની રજૂઆત મુજબ ધુળેટીના તહેવારમાં જાહેર રસ્તા પર લોકો દ્વારા જાહેરમાં રંગ ઉડાવવામાં આવે છે અને રસ્તેથી નીકળતી બહેનોને રંગ ઉડાડી છેડતી કરાય છે જેને રોકવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં જીલ્લા અધિક કલેકટર કેતન જોષી દ્વારા ૧૯૭૩ ના ફોજદારી કાર્યરીતી અધિનિયમ કલમ ૧૪૪ હેઠળ મળેલી સત્તાની રૂએ તા. ૧૯-૦૩ થી તા. ૨૧-૦૩ સુધી જાહેર રસ્તાઓ પર રંગ અથવા રંગ મિશ્રિત પાણી ભરેલા ફુગ્ગા જેવી વસ્તુઓ કોઈપણ પ્રકારના પ્રવાહીઓ રાહદારીઓ કે વાહન ચાલકો પર કે વાહનો પર ફેંકવા નહિ અને જાહેર માર્ગો પર ટ્રાફિકને અડચણ કે અકસ્માત સર્જાય કે કોઈને હાની થાય તેવી પ્રવૃત્તિ ટ્રાફિકને અડચણ કરી વાહન વ્યવહારના નિયમનમાં અવરોધ કરવો નહિ તેમજ અન્ય કોમની લાગણી દુભાય તેવી રીતનું વર્તન કરવું નહિ આ જાહેરનામું મોરબી જીલ્લાના તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં લાગુ રહેશે જેનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે ભારતના ફોજદારી કાર્યરીતી અધિનિયમ કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




