સુરત, તા. ૧૬
સલાબતપુરા વિસ્તારમાં આવેલા વીટીએમ માર્કેટ તથા અમદાવાદ રામદેવનગર ખાતે આવેલ એસબીઆઈ બેંકમાંથી રૂ. ૫૫૮૩ ઉપાડી વેપારી સાથે છેતરપિંડીની કરી અજાણ્યા આરોપીઓ ફરાર થઈ ગયો હોવાનો બનાવ સલાબતપુરા પોલીસ મથકે નોધાયો હતો. પોલીસે આઈટી એક્ટ મુજબનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બેગમપુરા એપીએમસી માર્કેટ-કૃષિબજાર ખાતે શ્રવણભાઈ પટેલ નોકરી કરે છે. તેમનું એક બેન્ક એકાઉન્ટ સલાબતપુરા તથા અમદાવાદ રામદેવનગર ખાતે આવેલી એસબીઆઈમાં છે. તેમનું બેંક ખાતું ઓનલાઈન હેક કરી ખાતામાંથી ૫૫૮૩/- રૂપિયા ઉપાડી લઈ અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા. વેપારીએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે આઈટી એકટ-૬૬ સી, ૬૬ડી, મુજબનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



