તબીબી રિપોર્ટ આધારેપાંડેસરા પોલીસે પોસ્કો એકટ મુજબ ફરિયાદ નોધી
સુરત, તા. ૧૬
પાંડેસરા વિસ્તારમાં એક સગીર સાથે દાદરની સીડી પર શારીરિક અડપલા કરી રૂમમાં લઈ જઈ બળાત્કાર ગુજારી ફરાર થઇ જવાનો બનાવ પાંડેસરા પોલીસ મથકમાં નોîધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પાંડેસરા ભેસ્તાન ખાતે આવેલા બાલકૃષ્ણ રો હાઉસ ખાતે બંસીલાલ ઉર્ફે બઉવા શ્રીરામદાસ પાલ તથા સત્યમ રાજુ પાલ રહે છે. તેઓએ શ્રમજીવી પરિવારની એક ૧૩ વર્ષની સગીરા સાથે શારીરિક અડપલા કરી મકાનમાં લઈ જઈ બળાત્કારની ગુજારી ફરાર થઈ ગયા હતા. સગીરાએ પોતાના પરિવારને બનાવ સંદર્ભેની વાત-ચીત કરતા તેમણે સગીરાને સાથે રાખી પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે બળાત્કાર તથા પોકસો મુજબનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે. પોલીસે ગુનાવાળી જગ્યાનું નિરિક્ષણ કરી સગીરાનું મેડિકલ પરીક્ષણ કરાવવાની તજવીજ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



