આરઆર સેલ પોલીસે ટેન્કર સહિત ૬૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
સુરત, તા. ૧૬
પલસાણા તાલુકાના જાળવા ગામે આવેલ સાયબા મિલની સામે ખુલ્લી જગ્યામાંથી બાતમીના આધારે આરઆરસેલ પોલીસ ટીમે ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરતા પાંચ ઈસમોની ધરપકડ કરી હતી. પોલીસે ચોરીનું કેમિકલ સહિત ૬૪ લાખનો મુદ્દામાલ કબજે કરી એકઈસમને વોન્ટેડ જાહેર કરીને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પલસાણા તાલુકા વિસ્તારમાં આરઆરસેલ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે જાળવા ગામે મા સાયબા મિલની સામે ખુલ્લી જગ્યામાં ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરવાના છે. જે બાતમીના આધારે આરઆર સેલની પોલીસ ટીમ જાળવામાં સાયબા મિલનીની સામે ખુલ્લી જગ્યામાં પહોîચતા ત્યાં એક ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરતા દેવીલાલ જવાહરલાલ તૈલી (રહે. મહાદેવનગર બગુમરા નહેર) ગણપતીસંહ રોડસિંહ સોલંકી (રહે. કડોદરા ચાર રસ્તા) કેવલ રામ ક્રિયારામ વર્મા (જાળવા) અમૃતલાલ જગલી પ્રસાદ વર્મા (રહે. જાળવા) અને જાગારામ દમારામ ગોદારા જાટ (રહે. પોસ્ટ ઓફિસની બાજુમાં ગાંધીધામ) મૂળ રાજસ્થાનના ઓની ધરપકડ કરી છે જ્યારે ફરાર સુરેશભાઈ રાજપૂત (રહે. ગાંધીધામ કચ્છ)ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે ચોરીનું કેમિકલ સહિત ૨૬ લાખની કિંમતની ટેન્કર નંબર જીજે-૧૨બી-ડબલ્યુ-૧૪૬૦ તથા રોકડ ૫૪૦૦ રૂપિયા ૨ નંગ મોબાઈલ ૩૦૦૦ હજાર રૂપિયા અને ટેન્કરમાં ભરેલું ઈડીએ નામનું કેમિકલ ૨૦૨૮૦ કિ.ગ્રા જેની કિંમત ૩૮૩૧૪૯૬ રૂપિયા મળી કુલ ૬૪, ૫૪, ૧૭૬ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



