ઉત્તરાખંડના યુવક વિરુદ્ધ એટ્રોસિટી તથા અપહરણની ફરિયાદ
સુરત, તા. ૧૬
ઈચ્છાપોર વિસ્તારમાં રહેતી એક સગીરાનું અપહરણ કરી ફરાર થઇ જવાનો એક બનાવ ઉત્તરાખંડના વતની અને ઈચ્છાપોર વિસ્તારમાં રહેતા એક આરોપી સામે નોધવામાં આવતા પોલીસ એટ્રોસિટી-અપહરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરાયું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ઉત્તરાખંડના વતની અને હાલમાં ઈચ્છાપોર વિસ્તારમાં રહેતા કર્મવીર જગમોહનસિંગ ખાનગી કંપનીમાં કામ કરે છે. ૨૧ વર્ષના આ યુવાને આ વિસ્તારમાં રહેતી એક સગીરાને લગ્નની લાલચ આપી આજથી એક મહિના પહેલાં અપહરણ કરી ફરાર થઇ ગયો હતો. શ્રમજીવી પીરવારે પોતાની પુત્રીની આગળ પાછળ તથા સગા સંબંધીઓને ત્યાં તપાસ કરતા મળી ન આવતા પરિવાર ઈચ્છાïપોર પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવી હતી. પોલીસે અપહરણ અને એટ્રોસિંટીનીગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



