પૂર્વે મહિલા ચોર ટોળકીએ કતારગામમાં પણ ચોરી કરી હતી
સુરત, તા.૨૪
અશ્વિનીકુમાર રોડ ખાતે આવેલ શ્રી રાધે મેડિકલ સ્ટોરમાંથી પાંચ મહિલા ટોળકીએ રોકડા રૂ. ૧૧૦૦૦ની ચોરી કરી હતી. કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયાના પરિવારની આ મેડિકલ સ્ટોર છે.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અશ્વિનીકુમાર સર્કલ પાસેથી શ્રી રાધે કેમિસ્ટ મેડિકલ સ્ટોર આવેલો છે. ગત તા. ૨૩મીના રોજ વહેલી સવારે ૫ઃ૨૦ કલાકે પાંચ જેટલી અજાણી મહિલાએ આ મેડિકલ સ્ટોરને નિશાન બનાવી હતી. આ મહિલાઓએ કપડાની આડસ રાખી શટર ઊંચુ કરી દુકાનમાં પ્રવેશી રોકડા રૂ. ૧૧,૦૦૦ની ચોરી કરી ગયા હતા. આ તમામ મહિલાની ગતિવિધિ સીસી ટીવી કેમેરામાં ઝડપાઈ હતી. બનાવ સંદભે જયેશભાઈ વિનુભાઈ ધાનાણીએ વરાછા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોમધી સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા. વધુ તપાસ પો.સ.ઈ. એ.એન. જાનીસા કરી રહ્નાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્પોરેટર દિનેશ કાછડિયાએ કતારગામના મેડિકલસ્ટોરમા઼ આજ પ્રકારે ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસમાં કરી હતી અને મહિલા ચોર ટોળકી ચારદ ગેંગ તરીકે ઓળખાતી હોવાનું કોર્પોરેટર દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




