તસ્કરો રોકડા રૂપિયા અને ઘરેણા સાથે ગેસના બે સિલીન્ડરો પણ ચોરી ગયા
સુરત, તા. ૧૬
નવસારીના કડીયાવાડ મિસ્ïત્રી મહોલ્લામાં એક રહીશના બંધ ઘરનું કોઈ ચોર ઈસમોએ તાળુ તોડી કબાટમાં મુકેલા સોનાના દાગીના અને રોકડા ૩૫૦૦૦ તેમજ ગેસના બે સિલીન્ડર મળી કુલ ૭૩૦૦૦ રૂપિયાની ચોરી કરી જતાં ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર નવસારીના કડીયાવાડ, મિસ્ત્રી મહોલ્લામાં રહેતાં કિંજલબેન જયેશભાઈ પટેલ હાલ રહે. કારેલી ગંગાધરા ગામ, તા.પલસાણા જિ. સુરતના બંધ મકાનને ગતરાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવી મુખ્ય દરવાજાને મારેલુ તાળુ તોડી ઘરમાં પ્રવેશી ગયા હતા અને કબાટમાં મુકેલા સોનાના બે તોલા વજનની બે બંગડીઓ કિંમત રૂ.૨૦,૦૦૦ તથા રોકડા રૂ.૩૫૦૦૦ અને ગેસ સિલીન્ડરના બે બાટલા કિંમત રા.૨૦૦૦ એક મીક્ષ્ચર મશીન, ૫૦૦ તથા એટીએમ કાર્ડની ચોરી કરી એટીએમમાંથી ૧૫૫૦૦ રૂપિયા ઉપાડી લઈ કુલ ૭૩૦૦૦ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે નવસારી ટાઉન પોલીસમાં કિંજલબેન જયેશભાઈ પટેલે અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોîધાવતા પોલીસે એફએસએલ ડોગ સ્કવોર્ડની મદદ લીધી હતી અને આ અંગે વધુ તપાસ પીએસઆઈ એમબી કોકણી કરી રહ્યુ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




