સચીન નજીક ટ્રેનની અડફેટે અજાણ્યાનું મોત

0
22

સુરત, તા. ૧૬
નવસારી રેલવે પોલીસની હદમાં આવતા સચીન સ્ટેશનની ઉત્તરે રેલવે કિમીની ૨૫૨/૧૦ ૧૨ વચ્ચે ગત રાત્રે ૮-૨૧ કલાકે અજાણ્યા ૪૫ વર્ષિય આધેડ બ્રાન્દ્રા ઉદેપુર એક્સપ્રેસ ટ્રેનની અડફેટમા આવી જતાં ઘટના સ્થળેડ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. આ અંગે નવસારી રેલવે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે ધસી જઈ તપાસ હાથ ધરી હતી. મરનાર અજાણ્યો ૪૫ વર્ષિય શખ્સ શરીરે ૫ ફૂટ ૫ પંચ, ઉંચાઈ, શ્યામ વર્ણ અને મધ્યમ બાંધો ધરાવે છે અને સફેદ લાઈટીંગવાળુ આખી બાયનું શર્ટ અને કમરમાં ડાર્ક ભૂરો પેન્ટ પહેરેલ છે. લાલ રંગનો જાંગીયો પહેરે છે અને જમણા હાથની કલાઈ પર હિન્દીમાં ભીમસિંગ લખેલ છે. જેના વાલી વારસોએ નવસારી રેલવે પોલીસના હે.કો. અરવિંદભાઈ કરસનભાઈ મહિલાનો સંપર્ક કરવા જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY