ગોવા બેન્ચે વેંકટેશ આૅટોમોબાઈલ્સે કરેલી અરજી પર આદેશ આપ્યો વાહન માલિકોએ પીયુસી પર ૧૮ ટકા જીએસટી ચૂકવવો પડશે

0
310

ન્યુ દિલ્હી,તા.૨૪
વાહનમાલિકોએ તેમનાં વાહનો માટે પ્રદૂષણ પ્રમાણપત્ર (પીયુસી) મેળવવા માટે ૧૮ ટકા જીએસટી ચૂકવવો પડશે, એમ ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ (એએઆર)એ જણાવ્યું છે. એએઆરની ગોવા બેન્ચે વેંકટેશ ઓટોમોબાઇલ્સે કરેલી અરજીના પગલે આ આદેશ આપ્યો હતો. તેમાં કહેવાયું હતું કે પોલ્યુશન અંડર કંટ્રોલ (પીયુસી) પ્રમાણપત્ર રાજય સરકાર વતી હોવાથી ગૂડઝ એન્ડ સવિર્સિસ ટેકસ (જીએસટી)માંથી રાહત મળવી જાઇએ.
વાહનો માટે પોલ્યુશન અંડર કંટ્રોલ સટિર્ફિકેટ જારી કરવાની પ્રવૃતિને એસએસી (સવિર્સીસ એકાઉન્ટિષ્ગ કોડ) ૯,૯૯૧ હેઠળ આવરી લેવાઇ નથી અને તેને રેસિડળ્ુઅલ એન્ટ્રી હેઠળ કવર કરાઇ છે અને તેથી તેના પર ૧૮ ટકાના દરે જીએસટી લાગવો જાઇએ, એમ એએઆરે જણાવ્યું હતું. રસ્તા પર દોડતા દરેક વાહન પાસે પીયુસી હોવું જાઇએ, જે નિર્દેશ કરે છે કે વાહન પ્રદૂષણનાં ધારાધોરણો સાથે સુસંગત છે અને તે પર્યાવરણને નુકસાનકારક નથી.
એએઆરે જણાવ્યું હતું કે સરકાર પાસે ચૂકવણી માટે પીયુસી પ્રમાણપત્ર જારી કરવાની સત્તા છે. આ એવી સવિર્સ છે જે ગ્રાહકો દ્વારા અરજદારોને સવિર્સ ચાર્જની ચૂકવણી પર પૂરી પાડવામાં આવે છે. આમ પ્રદૂષણ મુક્તિની ચકાસણી કરતી સેવા જેની ચૂકવણી પર સવિર્સ ચાર્જ લાગે છે, તેના પર પણ જીએસટી લાગુ પડે છે, તેમ આદેશમાં જણાવાયું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY