સુરત,તા.૧૭
રાજ્યમાં દિવસેને દિવસે ક્રાઈમ વધી રહ્યું છે, તો બીજી બાજુ દેશમાં મહિલા પર દુષ્કર્મ થયાની ઘટના સામે આવતી રહે છે. જે ખરેખર ચિંતાનો વિષય છે. આ મુદ્દાને ગંભીરતાને જાતા કડક કાયદો બન્યો પરંતુ તે માત્ર કાગળ પર જ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જાણે રાજ્યમાં હવસખારોને કાયદાનો ભય રહ્યો ન હોય તેમ એક પછી એક દુષ્કર્મના કેસો સામે આવી રહ્યા છે.
ત્યારે વધુ એક ઘટના સુરતાના વરાછાની સામે આવી છે. વરાછામાં રેહતા ૨૧ વર્ષના યુવાને નાબાલિક સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ વરાછાના ૨૧ વર્ષના યુવકે સગીરા પર દુષ્કર્મ કર્યાનો આરોપ છે. સાથે જ દુષ્કર્મ કર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જેને લઇને સરથાણા પોલીસ મથકમાં પોસ્કો અને દુષ્કર્મની ફરિયાદી નોંધી આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લા પાંચ દિવસમાં સુરતમાં દુષ્કર્મની છઠ્ઠી ફરિયાદ ચોપડે નોંધવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



