મને હુમલાના નવ મિનિટ પહેલા મેનિફેસ્ટો ઇ-મેલ કરવામાં આવ્યો હતો

0
9

વેલિંગ્ટન,તા.૧૭
ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્દા આર્ડર્ને જણાવ્યું છે કે, વડાપ્રધાન ઓફિસને શુક્રવારે મસ્જિદમાં કરાયેલા હુમલાની થોડી મિનિટ પહેલા જ હુમલાખોરનો મેનિફેસ્ટો મળ્યો હતો. આ મેનિફેસ્ટો કુલ ૩૦ લોકોને મોકલવામાં આવ્યો હતો.
આર્ડર્ને રવિવારે જણાવ્યું હતું કે, હું એ ૩૦ લોકોમાંની એક હતી જેમને હુમલાના નવ મિનિટ પહેલા મેનિફેસ્ટો ઇ-મેલ કરવામાં આવ્યો હતો. જાકે તેમાં હુમલા અંગે કોઇ ખાસ માહિતી ન હતી. મેં મેનિફેસ્ટો મળ્યાની બે મિનિટમાં અંદર જ સુરક્ષા એજન્સીને તે ફોરવર્ડ કરી દીધો હતો. અગાઉ ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં કરાયેલા હુમલાને જેસિન્દા આર્ડર્ને આતંકી હુમલા ગણાવ્યો હતો.
શુક્રવારે ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ ખાતેની મસ્જિદમાં બ્રેન્ટન ટેરેન્ટે નામના હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કર્યા હતા. જેમાં ૪૯ લોકોના મોત નીપજ્યા હતા. બ્રેન્ટને હુમલા પહેલા ૭૩ પાનાનો મેનિફેસ્ટો લખ્યો હતો. જેમાં તેણે આ હુમલાને બદલાની ભાવાનાથી કર્યો હોવાનું કબૂલ્યું હતું. તેણે એ સિવાય એમ પણ લખ્યું હતું કે, તે પોતે વ્હાઇટ સુપ્રીમસીમાં માને છે અને ઇમિગ્રન્ટસ પ્રત્યે સખત નફરતા ધરાવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY