હોન્ડા સિટીકારના ચાલક રાકેશ પંચાલ સામે પોલીસે ગુનો દાખલ કર્યો
સુરત, તા. ૧૮
પુણા-કુંભારયા ફલાય ઓવરબ્રિજ પર વાહન ચાલકે બેફામ વાહન હંકારી ટ્રાફિક પોલીસની જિંદગી જોખમાવી માર મારી ફરાર થઈ ગયો હોવાનો બનાવ પુણા પોલીસ મથકે નોધાયો હતો. પોલીસે કાર ચાલક સરકારી ફરજમાં રૂકાવટ તથા વ્યથાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રાફિક શાખા ઝોન-૧માં શૈલેષભાઈ જશુભાઈ નોકરી કરે છે. ગતરોજ રાત્રિના સુમારે પુણા-કુંભારિયા બ્રિજ પાસેપોતાની ફરજ બજાવતા હતા ત્યારે હોન્ડા સિટી કારના ચાલકે રાકેશ લક્ષ્મીકાંત પંચાલે (જીજે-૦૫-આઈસી-૬૬૭૨) પોતાની કાર બેફિકરાઈ પૂર્વક હંકારી અને શૈલેષભાઈ ને ગંદી ગાળો આપી મારી વ્યથા પહોચાડી ફરાર થઈ ગયો હતો. ટ્રાફિક પોલીસો વ્યથા, તેમજ સરકારી ફરજમાં રૂકાવટની ફરિયાદ આપતા પુણા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




