જૈન સંઘના આંગણે બેન્ડવાજ સાથે ભવ્ય સામૈયું
સુરત, તા.૧૮
શ્રી ગોહરબાગ શ્વે. મૂ.પૂ. જૈન સંઘ બીલીમોરા ખાતે પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી પદ્મદર્શન વિજયજી મહારાજ અને પૂ.મુનિ. પ્રીતદર્શન વિજયજીની પાવન પધરામણી થતા સમગ્ર જૈન સંપ્રદાયમાં હર્ષોલ્લાસ ભયા૪ વાતાવરણનો અપૂર્વ માહોલ જામ્યો હતો. પૂજ્યશ્રીનું ભવ્ય સામૈયું બેન્ડવાજા સાથે થયું હતું. જેમાં મોટી સંખ્યામાં શ્રાવકો જાડાયા હતા. સામૈયાનો પ્રારંભ ધરમપેલેસ એપાર્ટ.થી થયો હતો. શુભહ સંકુલમાં આ શોભાયાત્રા ધર્મસભામાં રૂપાન્તરિત થઈ હતી.
પૂ.પંન્યાસ શ્રી પદ્મદર્શનજી મહારાજે ધર્મપ્રેમીઓ સમક્ષ જણાવ્યું હતું કે, ફાગણસુદ તેરસનો દિવસ જૈન સંપ્રદાય માટે અતિ મહત્ત્વનો છે. શત્રુંજય તીર્થ એ જૈનોની પરમ આસ્થાનું સ્થાન છે. આ તીર્થ અનંતા મોક્ષપદને પામ્યા છે. આ તીર્થની તારકતા અને પવિત્રતા સમગ્ર વિશ્વમાં સુપ્રસિદ્ધ છે. આ ધન્યતમ દિવસે હજારો યાત્રિકો છ ગાઉની યાત્રા કરે છે. મોટા ભાગના પુણ્યાત્માઓ પગે ચાલીને જ યાત્રા કરે છે. શત્રુંજય તીર્થની ઉપર ભાડવાનો ડુંગર આવેલો છે. આજના આ પવિત્રતમ દિવસે આ જગ્યાએ શાંબ અને પ્રદ્યુમન સાથે સાડા આઠ કરોડ આત્માઓ મોક્ષપદને પામ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



