સુરત, તા.૧૮
વ્યારા તાલુકાના કપુરા ગામમાં રહેતા અને શાકભાજીના વેપારીના પરિવારના સભ્યો ગત ૨૮મી ફેબ્રુઆરીથી ગુમ હતા. જેમની કાર ગતરોજ મઢી નજીક નહેરમાંથી મળી હતી. એક સાથે પાંચ સભ્યોના મોતના પગલે આજે વ્યારા એપીએમસી દ્વારા બંધ પાળીને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.
બારડોલી પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગતરોજ મઢી પાસે નહેરમાંથી ઈકો કાર મળી આવી હતી. આ કારમાંથી કોહવાઈ ગયેલી પાંચ લાશ પણ હતી. કાર નંબરના આધારે તપાસ કરતા વ્યારાના કપુરા ગામે રહેતા અને વ્યારામાં શાકભાજીનો વેપારી ધર્મેશ ગામીતની હોવાનું જણાઈ આવ્યું હતું. ધર્મેશ ગામીત પરિવાર ગત ૨૮મી ફેબ્રુઆરીïથી ગુમ હતો. કપુરા ગામે હાઈસ્કૂલના બાજુમાં ધર્મેશ જીવણભાઈ ગામીત ઉ.વ.૪૧, પિતાજી જીવણભાઈ ગેમાભાઈ ગામીત ઉ.વ.૬૫, માતા શર્મીલાબેન ઉ.વ.૬૨, પત્ની સુનિતા ઉ.વ.૩૫ અને પુત્રી ઉર્વી ઉ.વ.૬ સાથે રહેતા હતા. ધર્મેશભાઈ પરિવાર સાથે ગત ૨૮મીના રોજ બારડોલીના બામણી ગામે માતાજીના મંદિરે દર્શન માટે ગયા હતા. મંદિરે દર્શન કર્યા બાદ સુનિતાએ બહેન સાથે મોબાઈલ ઉપર વાત કરી હતી કે તેઓએ મંદિરમાં દર્શન કરી લીધા બાદ કપુરા રવાના થાય છે. ત્યારબાદ ધર્મેશ ગામીત પરિવાર સાથે ગુમ હતો. બધા સંબંધીઅોના ત્યાં તપાસ કરી છતાં કોઈ ભાળ ન મળતા ધર્મેશના સસરા દ્વારા વ્યારા પોલીસ મથકે આખો પરિવાર ગુમ થવાની ફરિયાદ નોîધાવી હતી. ગતરોજ સવારે મઢી નજીક નહેરના પાણી માંથી ઈકો કાર મળી હતી. આ કારમાંથી કોહવાઈ ગયેલી પાંચ લાશ મળી આવતા પોલીસ તપાસ કરતા ગુમ થયેલ ધર્મેશ ગામીતનો પરિવાર નાï સભ્યો હોવાની ઓળખ થઈ. વ્યારા એપીએમસીના વેપારી ધર્મેશ ગામીતના પરિવારને શ્રદ્ધાંજલી આપવા માટે આજે આખી માર્કેટ બંધ પાળ્યો હતો. આ બનાવની તપાસ બારડોલી પોલીસ કરી રહી છે. લાશનો વીસેરા લઈ એફએસએલ રિપોર્ટની પોલીસ રાહ જાઈ રહી છે. પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે કે પછી કોઈ વાહન સાથે અકસ્માત થતા ઈકો કાર નહેરમાં પડી છે તે અંગેની માહિતી એફએસએલના રિપોર્ટ બાદ જાણવા મળશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



