દલીત સમાજના આગેવાનો ડો. બાબા સાહેબ આંબેડકર પ્રતિમા પાસે એકત્ર થયા
સુરત, તા. ૧૮
લોકસભા બેઠક માટે દલીત સમાજના ઉમેદવારને ભાજપમાંથી ટિકિટ આપવાની માગણી સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપરાંત ગુજરાત ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીને આવેદનપત્ર પાઠવી માગણી કરાઈ છે.
લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થયેલ છે જેમાં ગુજરાતનાં સુરત શહેરના દલિત સમાજના મતદારો મોટી માત્રામાં છે. દક્ષિણ ગુજરાત ભરૂચથી ઉમરગામ તેમજ દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં કુલ ૧૨ ટકા દલિત સમાજની વસતિ ધરાવતો દક્ષિણ ગુજરાત પ્રદેશમાં આઝાદી પછી કોઈપણ દલિત સમાજને લોકસભાનીટિકિટ આપવામાં આવેલ નથી જેને ધ્યાને લઈ સમગ્ર દલિત સમાજની લાગણીને વાચાઆપી દલિત સમાજના સમગ્ર આગેવાનો આપને પ્રેસ મીડિયા તથા ચેનલ મીડિયા દ્વારા આપ સુધી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભેગા થઈને આપ હમારી લાગણી લાગણીપ હોચાડવા માટેનો એક દાવેદારી કરવા માટેની હમારી લાગણી અને માગણી છે. સુરત શહેરની ૧૨ વિધાનસભામાં પણ હમોએ સમગ્ર દલિત સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે રહીને બારે બાર સિટી જંગી બહુમતીથી ચૂંટાવી આપેલ છે અને અમારી લાગણી ભારતીય જનતા પાર્ટી સાથે રહેલ છે તેમજ સુરત મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીને બહુમતી અપાવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




